Home Gujarati એન્ટાર્કટિકામાં શેવાળને લીધે ‘તરબૂચ’ જેવી સુગંધ ધરાવતો ‘લાલ’ રંગનો બરફ દેખાયો

એન્ટાર્કટિકામાં શેવાળને લીધે ‘તરબૂચ’ જેવી સુગંધ ધરાવતો ‘લાલ’ રંગનો બરફ દેખાયો

125
0

એન્ટાર્કટિકા: હાલ સોશિયલ મીડિયા પર લાલ રંગના બરફના ફોટા વાઈરલ થઈ રહ્યા છે, આ ફોટોઝ જોઈને ઘણાને વિચાર આવી રહ્યો છે કે, બરફનો રંગ લાલ કેવી રીતે થયો? એન્ટાર્કટિકામાં આવેલા રિસર્ચ સેન્ટરના યુક્રેઈનિયન વૈજ્ઞાનિકે આ ફોટોઝ શેર કર્યા છે. બરફનો આ રંગ શેવાળને લીધે થયો છે.ઘણા યુઝરે આ સ્નોને સ્ટ્રોબેરી સ્નો કે રાસબરી સ્નો સાથે સરખાવ્યો છે. આ બરફને નજરે જોયેલા લોકોનું કહેવું છે કે બરફની સુગંધ તરબૂચ જેવી છે.

બરફનો રંગ કયા બેક્ટેરિયાથી બદલાયો?
મીડિયા પ્રમાણે, આ રેડ સ્નો છેલ્લા કેટલાક અઠવાડિયાંથી એન્ટાર્કટિકા ખંડના ઉત્તરીય ભાગમાં આવેલા ગેલીન્ડેઝ આઇલેન્ડ પર આવેલા વર્નાડસ્કી રિસર્ચ બેઝ પરથી નરી આંખે દેખાઈ રહ્યો છે. બરફનો આ લુક ક્લેમિડોમોનાસ નિવાલિસ નામની માઇક્રોસ્કોપિક શેવાળ શેવાળને લીધે ફેરવાયો છે. ક્લેમિડોમોનાસ નિવાલિસ શેવાળ અતિશય ઠંડા વાતાવરણ એટલે કે વિશ્વના અમુક ધ્રુવીય ભાગ અને માઉન્ટેન પર જોવા મળે છે. આ શેવાળ બરફની સાથે સંપર્કમાં આવીને તેને લાલ કલરમાં ફેરવી દે છે. આ શેવાળની અંદર ‘કરોટનોઈડ્સ’ બેક્ટેરિયા હોય છે, આ એ જ બેક્ટેરિયા ગાજર અને ટામેટા ઉપરાંત અન્ય વસ્તુઓમાં પણ હોય છે જે તેની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે કલર વસ્તુનો કલર બદલે છે.

શેવાળનો ગેરફાયદો
લીલી શેવાળ જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે તે લાલ કલરની થઈ બરફ પર પથરાઈ જાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં મનુષ્યનું કંઈ ચાલતું નથી. આ પક્રિયાનો એક ગેરફાયદો પણ છે, લાલ રંગને લીધે સૂર્યપ્રકાશ વધારે શોષાવાથી બરફ વધારે જલ્દી પીગળે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Spooky ‘Blood Snow’ Spotted In Antarctica. See Viral Pics


Spooky ‘Blood Snow’ Spotted In Antarctica. See Viral Pics


Spooky ‘Blood Snow’ Spotted In Antarctica. See Viral Pics