Home Gujarati આલ્બર્ટ આઇન્સ્ટાઇને જીવનભર પોતાની સાથે રાખેલા મનપસંદ રમકડાંની હરાજી થશે

આલ્બર્ટ આઇન્સ્ટાઇને જીવનભર પોતાની સાથે રાખેલા મનપસંદ રમકડાંની હરાજી થશે

142
0

ન્યૂ યોર્ક: દુનિયાના ફેમસ સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં પર્લેન મોઝેક સ્પેલની આવતા મહિને હરાજી થશે. આ રમકડું 42.92 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. આ જર્મન ગેમમાં 520 રંગીન નાનકડા બોલ હોય છે, જેનથી પેટર્ન બાનવીને ફ્રેમમાં ભરાવવાના આવે છે. વેચનાર વ્યક્તિ બૉન્હમ્સ ન્યૂયોર્કે જણાવ્યું કે, આ આઈન્સ્ટાઈનની દુર્લભ ગેમ છે, તે આકારમાં 7 ઈંચ લાંબુ અને 1.5 ઈંચ પહોળું છે. વર્ષ 1870માં તેને બનાવી હશે તેવું લાગી રહ્યું છે. તેનું વેચાણ 6 માર્ચના રોજ થશે.

ઓક્શન વેબસાઈટ પ્રમાણે, આ રમકડાંને આઈન્સ્ટાઈને જિંદગીભર તેમની સાથે જ રાખ્યું હતું. તેમની બહેન મેજા આઈન્સ્ટાઈને જણાવ્યું કે, આલ્બર્ટ બાળપણમાં જે પણ ગેમ રમ્યા છે, તે બધા તેમની ક્ષમતા દર્શાવે છે. તેમનાં રમકડાંમાં વધારે પઝલ્સ અને બિલ્ડીંગ બોક્સ સામેલ હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે,આ ગેમ આલ્બર્ટના મૃત્યુ પછી તેમના એક મિત્રને ભેટમાં આપવામાં આવી હતી. જૂન, 2013માં 13 હજાર ડોલરમાં તેની હરાજી થઈ હતી. આની પહેલાં આ ગેમ ટોક્યોના મિત્સુઓ આઇડા મ્યુઝિયમમાં વર્ષ 2005થી 2006 દરમિયાન પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ, 1879માં જર્મનીમાં થયો હતો. માત્ર 26 વર્ષની ઉંમરમાં તેમણે રિલેટિવિટી પર ફેમસ રિસર્ચ પેપર લખ્યા હતા. તેમના ફિઝિક્સ વિષયના ટેલેન્ટને લઈને વર્ષ 1921માં નોબલ પુરષ્કાર પણ મળ્યો હતો. તે મસયે તેમની ઉંમર માત્ર 42 વર્ષની હતી. તેમને નાનપણથી જ ગેમ અને મ્યુઝિકનો શોખ હતો, માટે જ તેમણે ફિઝિક્સ ઉપરાંત મ્યુઝિક અને ગેમને જીવનભર પોતાને સાથે જ રાખી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Einstein’s favorite toy would be auctioned, which he kept with him all his life


Einstein’s favorite toy would be auctioned, which he kept with him all his life