Home Gujarati આઠ વર્ષ પહેલાં જર્મનીથી બોટલમાં મોકલાયેલો મેસેજ હવે ન્યૂ ઝીલેન્ડમાં મળ્યો

આઠ વર્ષ પહેલાં જર્મનીથી બોટલમાં મોકલાયેલો મેસેજ હવે ન્યૂ ઝીલેન્ડમાં મળ્યો

121
0

ઓકલેન્ડ: જર્મનીમાં એક પરિવારે કાચની બોટલમાં એક મેસેજ લખીને તેને રાઈન નદીમાં ફેંકી દીધો હતો. આઠ વર્ષ પછી લગભગ બે હજાર કિલોમીટરની યાત્રા કરીને આ બોટલ હવે ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં એક પરિવારને મળી છે. આ પરિવારે બોટલમાં લખેલા એડ્રેસ પર મેસેજ મોકલનારોનો સંપર્ક કર્યો છે. જર્મનીની જુલિયા ગોગોસે જણાવ્યું કે, તેમને આ ભોટલ ભેટ સ્વરૂપે મળી હતી. તેમણે વિચાર્યું કે, આ બોટલનો પત્ર લખીને સમુદ્રમાં વહાવવા માટે ઉપયોગ કરી શકાય છે. કદાચ તેનાથી કોઈ જવાબ મળી શકે. ત્યાર પછી જુલિયા ગોગોસે પોતાના ચાર બાળકો સાથે 2012-13માં એક પત્ર લખીને બોટલમાં પેક કરી દીધો હતો.

આ બોટલને તેમણે રાઈન નદીમાં પ્રવાહિત કરી દીધી હતી. પત્રમાં લખ્યું હતું કે, અમે મેસેજ મોકલી રહ્યા છીએ, તમને મળે તો સંપર્ક કરજો. તેમણે એવું વિચાર્યું હતું કે, કોઈ નેધરલેન્ડ્સ જેવા દેશમાં જ આ બોટલ કોઈને મલશે. બીજી તરફથી પત્રનો જવાબ મળી જશે. ગોગોસે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડમાંથી જ્યારે આ પત્ર અંગે કોઈએ તેમનો સંપર્ક કર્યો તો તેમના આનંદનો પાર રહ્યો ન હતો. અમે તો મેસેજ પાણીમાં નાખીને એ વાતનો પણ ભૂલી ગયા હતા. કોઈએ જ્યારે અમારો સંપર્ક કર્યો ત્યારે અમે નકશામાં જોયું કે, ન્યૂઝીલેન્ડ ક્યાં છે? અમે તો કલ્પના પણ કરી શકતા ન હતા કે, બોટલ આટલે દૂર સુધી જતી રહેશે.

ગોગોસની પુત્રી માજા કે જે આજે 12 વર્ષની છે, જ્યારે મેસેજ મોકલવામાં આવ્યો ત્યારે ખૂબ જ નાની હતી. તેણે કહ્યું કે અમે તો આ મેસેજ લખીને ભૂલી પણ ગયા હતા. ગોગોસે જણાવ્યું કે, ‘અમે રાઈન નદીમાં આ પ્રકારને મેસેજ લખીને નાખ્યો હતો તે પણ મારે મારી પુત્રીને સમજાવવું પડ્યું હતું. મેં જ્યારે તેને આ વાત કરી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો.’ ગોગોસે વધુમાં જણાવ્યું કે, અમે ઓકલેન્ડમાં રહેતા લોકોનો આભાર માનવા માગીએ છીએ, જેમણે અમારો બોટલમાં ફેંકેલા સંદેશાનો જવાબ આપ્યો છે. આ સાથે જ અમારા મનમાં કેટલાક પ્રશ્નો પણ છે. ‘શું તેમણે આ બોટલને એક સોવેનિયર તરીકે સાચવી રાખી હતી? શું તેમણે સૌ પ્રથમ હાથમાં આવ્યા પછી ફેંકી દીધી હતી? કે પછી બોટલનો મેસેજ જોઈને તેમણે બોટલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો?’ મારા આ પ્રશ્નોનો જવાબ મળશે ત્યારે જ મારા મનની જિજ્ઞાસાઓ શાંત થશે.

ઉલ્લેખનીય છે કે, અલાસ્કામાં 50 વર્ષ પહેલા આ પ્રકારે જ એક બોટલમાં લખેલો મેસેજ મળ્યો હતો. જેના કારણે ખોવાઈ ગયેલા રશિયન પરિવારનું પુનર્મિલન પણ થયું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Message sent from Germany in bottle, 8 years later, 20 thousand km away found in New Zealand