Home Gujarati અધિકારીઓએ જાહેર સ્થળોએ પાયજામા પહેનાર લોકોને સોશિયલ મીડિયા પર શરમમાં મૂક્યા, બાદમાં...

અધિકારીઓએ જાહેર સ્થળોએ પાયજામા પહેનાર લોકોને સોશિયલ મીડિયા પર શરમમાં મૂક્યા, બાદમાં માફી માગી

115
0

સુઝહુઃ ચીનમાં સુઝહુ શહેરમાં અધિકારીઓએ જાહેર સ્થળોએ પર પાયજામા પહેરીને રસ્તા પર ચાલતા અને ખરીદી કરનારા લોકોને ‘શરમજનક’ અને ‘અસભ્ય’ ગણાવ્યા હતા. જ્યારે આ બાબતે વિરોધ થયો ત્યારે ઓફિસરોએ માફી માગી હતી. હકીકતમાં, થોડા દિવસો પહેલા અધિકારીઓએ એવા સાત લોકોના ફોટો જાહેર કર્યા હતા, જે પાયજામા પહેરીને માર્કેટ, રસ્તા અને દુકાનોમાં ફરતા હતા. વહીવટી તંત્રે તેમના નામ, આઈડી, અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી દીધા. ત્યારબાદ તેને વિરોધ થયો.

‘ઓનલાઈન શેમિંગ ’માં પાયજામાવાળી તસવીર પણ સામેલ હતી, જે સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ હતી. તે ઉપરાંત તેમાં વ્યક્તિના નામ, આઈડી કાર્ડ, અને બીજી અન્ય જાણકારી સામેલ હતી. તાજેતરમાં કેટલાંક વર્ષોમાં ચીનની સર્વેલન્સ ટેક્નોલોજી એડવાન્સ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખાસ કરીને ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. સુરક્ષાની રીતે આ ટેક્નોલોજીનો જાહેર સ્થળો પર ઉપયોગ કરવામાં આવે છે.

અધિકારીઓએ કહ્યું- અમે સ્પર્ધાને કારણે આ કર્યું હતું
રિપોર્ટમાં આગળ જણાવ્યા પ્રમાણે, બે વર્ષ પહેલા દેશમાં 17 કરોડ સીસીટીવી કેમેરા હતા, જ્યારે 2020ના અંત સુધીમાં ચીનમાં 40 કરોડ કેમેરા લગાવવામાં આવે તેવી અપેક્ષા છે. તેમાંથી ઘણા કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. તેમાં વ્યક્તિની ઓળખ થઈ જાય છે. સુઝહુમાં સોમવારે પબ્લિશ થયેલા ફોટો શહેરના મેનેજમેન્ટ બ્યુરો દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ એવી દલીલ કરી હતી, તેઓ એક રાષ્ટ્રીય સભ્ય શહેરની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, તેથી તેમને આવું કર્યું.

સોશિયલ મીડિયા પર લોકોએ ટીકા કરી
પાયજામાની તસવીરો વાયરલ થવા પર લોકોએ સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે, જાહેર સ્થળોએ પાયજામાં પહેરવામાં કંઈ ખોટું નથી, જ્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે, સરકારે તેમની ગોપનીયતામાં દખલગીરી કરી છે. એક યુઝરે લખ્યું- શંકાસ્પદ ગુનેગારની પણ ગોપનીયતા હોય છે. ઓધિકારીઓ કેવી રીતે ચહેરા સાથે સંપૂર્ણ વ્યક્તિગત માહિતી જાહેર કરી શકે છે. લોકોએ એમ પણ કહ્યું કે, પાયજામો એ સૌથી આરામદાયક પોશાક છે. તો પછી અધિકારીઓ કપડા પરથી કેવી રીતે નક્કી કરી શકે કે કોઈ અસભ્ય છે કે નહીં.ત્યારબાદ ઓફિસરોએ કહ્યું કે, ભવિષ્યમાં તેઓ આવી તસવીરો બ્લર કરીને જાહેર કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Officials embarrass people online wearing pajamas in public places, later apologizing


Officials embarrass people online wearing pajamas in public places, later apologizing