Home Gujarati અંકોડીયા ગામ પાસે ખેતરોમાં ફૂડ પોઇઝનિંગથી મોર, ઢેલ, તેતર, હોલો સહિતના પક્ષીઓના...

અંકોડીયા ગામ પાસે ખેતરોમાં ફૂડ પોઇઝનિંગથી મોર, ઢેલ, તેતર, હોલો સહિતના પક્ષીઓના મોત

98
0

વડોદરા: વડોદરા નજીક આવેલા અંકોડીયા ગામ નજીક આવેલા ખેતરોમાં ફૂડ પોઇઝનિંગના કારણે મોર, ઢેલ, તેતર, હોલો સહિતના પક્ષીઓના મોત નીપજ્યાં હતા. આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને થતાં કાર્યકરો વન વિભાગની ટીમને સાથે રાખી સ્થળ પર પહોંચી ગયા હતા. અને મૃત પક્ષીઓનો નિકાલ કર્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને પ્રિયંકા બેનરજીએ હેલ્પ લાઇન ઉપર ફોન આવ્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, અંકોડીયા ગામ નજીક આવેલા રાધે ફાર્મ હાઉસની બાજુમાં આવેલા ખેતરોમાં કેટલાંક મૃત પક્ષીઓ પડ્યા છે. આ મેસેજ મળતાજ ટ્રસ્ટના કાર્યકરો કિરણ શર્મા, મનિષાબહેન, હિતેષભાઇ પરમાર, અને વન વિભાગના અધિકારીઓ શૈલેષભાઇ રાવલ સ્થળ પર પહોંચી ગયા હતા.

સ્થળ પર તપાસ કરતા મોર, ઢેલ, તેતર અને હોલો મૃત હાલતમાં જણાઇ આવ્યા હતા. હાલમાં કોરોના વાઇરસ ચાલતો હોવાથી ટીમ દ્વારા મૃત પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોષ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોષ્ટમોર્ટમમાં પક્ષીઓના મોત ફૂડ પોઇઝનીંગ થયા હોવાનું બહાર આવ્યું હતું. માંથી ફોન આવ્યો હતો. ફૂડ પોઇઝનીંગના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. મૃત પક્ષીઓમાં કોરોના વાઇરસના કોઇ લક્ષણો ન જણાતા ટીમના સભ્યોએ રાહત અનુભવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bird death after Food poisoning in ankodiya village near vadodara