Home Gujarati રેસ્ટોરાંના કિચનનાં સિંકમાં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયો, યુઝર્સે ટીકા કરી

રેસ્ટોરાંના કિચનનાં સિંકમાં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયો, યુઝર્સે ટીકા કરી

127
0

મિશિગન: અમેરિકાના મિશિગનમાં એક રેસ્ટોરાંના કિચનના સિંક (ખાળકૂંડી)માં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો પહેલાં ટિક્ટોક પર વાઇરલ થયો હતો અને ત્યારબાદ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વીડિયો મિશિગનના ગ્રીનવિલે વેન્ડીઝ રેસ્ટોરાંનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિચનના સિંકમાં બેસીને નાહી રહ્યો છે તેવામાં જ એક અન્ય કર્મચારી આવીને તેને સારી રીતે નાહવાની શિખામણ આપે છે. ત્યારબાદ યુવક સાબુથી નાહવાનું શરૂ કરીને સિંક હોટ ટબ જેવું લાગે છે તેમ જણાવે છે.

આ વીડિયો વાઈરલ થતાં જ રેસ્ટોરાંનાં ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે હવે રેસ્ટોરાંમાં નહીં જાય તેવું જણાવ્યું છે તે કેટલાક યુઝર્સે વીડિયો શેર કરીને લોકોને આ રેસ્ટોરાંમાં ન જવા માટે સલાહ આપી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Video of bathing employee in restaurant’s kitchen sink goes viral, users criticize in America