બિહાર: ઘણા લોકો લાઈફ પાર્ટનરની શોધ માટે ન્યૂઝ પેપર, ટીવી કે મેટ્રિમોનિયર વેબસાઈટ પર જાહેરાત આપતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં બેરોજગાર ડોક્ટરનો મનપસંદ પાત્ર શોધવા માટેનો બાયોડેટા વાઇરલ થઈ રહ્યો છે. 31 વર્ષીય ડો. અભિનવ કુમાર નામના યુવકનોએ આ બાયોડેટા છે, જેમાં તે પોતે ભલે બી.ડી.એસની ડિગ્રી હોવા છતાં બેરોજગાર છે પણ તેને પોતાની આવનારી પત્ની સર્વ ગુણ સંપન્ન જોઈએ છે.
જાહેરાતમાં શું છે?
જાહેરાત આપનાર યુવકે તેમાં પોતાની ઉંમર, જન્મ સ્થળ, જન્મ સમય અને પોતાની જ્ઞાતિ લખી છે. અભિનવને પોતાની ભવિષ્યની ઘરવાળી રૂપાળી, સુંદર, પૈસાદાર, વફાદાર, વિશ્વાસુ, બહાદુર અને તાકતવર હોવી જોઈએ. એટલું જ નહીં પણ જાહેરાતમાં કેપિટલ લેટરમાં લખ્યું છે કે, યુવતીમાં ભારત માટેનો દેશપ્રેમ છલોછલ હોવો જોઈએ. તેને દેશની મિલિટરી અને સ્પોર્ટ્સ વિશે જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ.યુવતીને બાળકોનો ઉછેર કરતા પણ આવડવો જોઈએ. તેને સારી રસોઈ બનાવતી બ્રાહ્મણ યુવતી ઝારખંડ કે બિહારની યુવતી જોઈએ છે. આ જાહેરાતની નીચે અભિનવનો ફોન નંબર અને ઈમેઈલ આઈડી આપ્યો છે,જાહેરાત નીચે લખ્યું છે કે, લગ્નની કોઈ ઉતાવળ નથી.
Single forever 🤔
— mohammed umar adil (@adil0516) February 16, 2020
Amazon has less filters than this Ad.
— Rishabh Shukla (@Rishabh14081) February 17, 2020
Entries for the Zindagi Jhand Hai, Fir Bhi Ghamand Hai Awards for 2020 are hereby closed. We have a clear winner.
— Deepak D’Souza (@DDSez) February 17, 2020
સોશિયલ મીડિયા પર આ જાહેરાતની લોકો મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે,આ એટલા બધા ગુણથી ભરેલી કન્યા શોધવામાં તે આખી જિંદગી કુંવારો રહેશે. અન્ય યુઝરે લખ્યું કે, કન્યા શોધ્યા પહેલાં નોકરી શોધો તો સારું રહેશે.