Home Gujarati પુણેની 25 વર્ષીય યુવતીએ ઓનલાઈન 400 રૂપિયાની નેલ પોલિસ ઓર્ડર કરી, બેન્કમાંથી...

પુણેની 25 વર્ષીય યુવતીએ ઓનલાઈન 400 રૂપિયાની નેલ પોલિસ ઓર્ડર કરી, બેન્કમાંથી 92,446 રૂપિયા ઉપડી ગયા

108
0

પુણે: ઓનલાઇન શોપિંગના ફાયદા છે, પણ સામે તેના ફ્રોડ કેસની સંખ્યા પણ ઢગલો છે. પુણેમાં 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે ઈ-કોમર્સ વેબસાઈટ પર 388 રૂપિયાની નેલ પોલિસ ઓર્ડર કરી હતી, જેની બદલામાં તેના બેન્ક અકાઉન્ટમાંથી 92,446 રૂપિયા ઉપડી ગયા હતા. આ યુવતીએ ડિલિવરીના મોડુ થતા કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હતો અને તે સમયે આ ફ્રોડ કેસ થયો હતો.

આરોપીએ 5 ટ્રાન્સજેક્શન કરી આટલી મોટી કિંમત ઉપાડી
પોલીસે જણાવ્યું કે, આ ઘટના 17થી 30 ડિસેમ્બર વચ્ચે બની છે. શનિવારે યુવતીએ એફઆઈઆર લખાવી. 17 ડિસેમ્બરે મહિલાએ ઈ-કોમર્સ વેબસાઈટની મોબાઈલ એપ્લિકેશનની મદદથી નેલ પેન્ટની બોટલ ઓર્ડર કરી હતી. તેણે 388 રૂપિયા પોતાનાં બેન્ક અકાઉન્ટમાંથી પ્રાઈવેટ બેન્કનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ઘણા દિવસો થઈ જવા છતાં તેને ડિલિવરી ન મળતા તેણે કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હતો. ફોન પર જે વ્યક્તિ હતો તેણે મહિલાને પેમેન્ટ ન થયા હોવાની વાત કરી અને પોતાનો ફોન નંબર શેર કરવાનું કહ્યું. ફોન નંબર આપ્યા પછી ગણતરીની મિનિટોમાં તેના અકાઉન્ટમાંથી 90,946 રૂપિયા 5 ટ્રાન્સજેક્શનથી ઊપડી ગયા અને તેની પબ્લિક સેકટર બેન્કના અકાઉન્ટમાંથી 1500 રૂપિયા ઉપડી ગયા.

પોલીસની તપાસ ચાલુ
યુવતીના કુલ 92,446 રૂપિયા તેના બેન્ક અકાઉન્ટમાંથી અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા. તેણે પોલીસ સામે દાવો પણ કર્યો હતો કે, મેં કોઈ પણ બેન્કની માહિતી આપી નથી. હાલ પોલીસ આ ફ્રોડ કેસની તપાસ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Cyber crooks dupe Pune techie of Rs 92,466 for nail polish bottle of Rs 388