Home Gujarati ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે

ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે

155
0
  • રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બે ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનશે
  • લોકસભામાં અત્યારે 545 સાંસદ છે, નવા ગૃહમાં 900 સાંસદોને બેસવાની ક્ષમતા હશે, જેથી બેઠક વધતા મુશ્કેલી ન પડે
  • સંસદની નવી ઈમારત બનાવવાનો કોન્ટ્રેક્ટ ટાટા કંપનીને મળ્યો છે. રૂપિયા 865 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ ઈમારતનો કોન્ટ્રેક્ટ બુધવારે ટાટાને મળ્યો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈમારતનું નિર્માણ 21 મહિનામાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. આ ઈમારત પાર્લામેન્ટ હાઉસ સ્ટેટના પ્લોટ નંબર 118 પર બનશે. આ ઈમારતનો માસ્ટર પ્લાન ગયા વર્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બન્ને ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનાવશે. આ સાથે કેન્દ્રીય સચિવાલય માટે 10 નવી ઈમારતો બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન, વર્તમાન સંસદ ભવન, ઈન્ડિયા ગેટ અને નેશનલ આક્ચાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની ઈમારતને એમ જ રાખવામાં આવશે, જોકે માસ્ટર પ્લાન સમયે કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્લાન અંતિમ નથી.
  • delhi-newsnfeed
    delhi-newsnfeed
  • સંયુક્ત સત્ર સમયે આ બે બેઠકો પર ત્રણ સાંસદ બેસશે. એટલે કે 1350 સાંસદ બેસી શકશે. રાજ્યસભાની નવી ઈમારતમાં 400 બેઠક હશે.
  • દેશની વિવિધતાને દર્શાવવા માટે સંસદ ભવનની દરેક બારીનો આકાર અને અંદાજ અલગ હશે

PM નિવાસઃ સાઉથ બ્લોકની વર્તમાન ઈમારતની પાછળ નવું PMO તૈયાર થશે. તેની પાછળ પ્રધાનમંત્રી નિવાસ બનશે. અત્યારે પ્રધાનમંત્રી નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર છે. આ નિવાસને સાઉથ બ્લોક પાસે તૈયાર કરવાથી ફાયદો એ થશે કે પ્રધાનમંત્રીને ઓફિસ અને સંસદ આવવા માટે ટ્રાફિક અટકાવવાની જરૂર નહીં પડે.