Home Bollywood હિંદુ સેનાએ સૂચના પ્રસારણ મંત્રીને લક્ષ્મી બોમ્બનું શિર્ષક બદલવાની કરી માંગણી

હિંદુ સેનાએ સૂચના પ્રસારણ મંત્રીને લક્ષ્મી બોમ્બનું શિર્ષક બદલવાની કરી માંગણી

374
0

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ લક્ષમી બોમ્બ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઇ છે. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સના વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. આ પત્ર સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડરને સોંપવામાં આવ્યો છે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ કરવા દેવામા ંઆવશે નહીં. આ ફિલ્મને ૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ કરવાની યોજના છે.

આ પત્રમાં ફિલ્મમેકર્સ પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્મીનો ખોટી રીતે ઉપયોગ કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. જેથી આ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગણી કરવામાં આવી છે.

હિંદુ સેનાના પ્રેસિડન્ટે જણાવ્યું છે કે, જો ફિલ્મનું ટાઇટલ બદલવામાં નહીં આવે તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવશે અને ફિલ્મને રિલીઝ નહીં થવા દે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર શેમ ઓન અક્ષય કુમાર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ફિલ્મ પર માતા લક્ષ્મીનું અપમાન ઉપરાંત લવજેહાદને ઉત્તેજન આપવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષયના પાત્રનું નામ આસિફ છે તો કિયારાના પાત્રનું નામ પ્રિયા છે.

ફિલ્મમાં હિંદુ-મુસ્લિમ એન્ગલ જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પણ અક્ષય કુમાર પર ભડક્યા છે.