Home Gujarati રાજકોટમાં કોરોનાના વિકરાળ રૂપ વચ્ચે જિલ્લાના 590 ગામો અને 11 તાલુકાને લઈને...

રાજકોટમાં કોરોનાના વિકરાળ રૂપ વચ્ચે જિલ્લાના 590 ગામો અને 11 તાલુકાને લઈને સૌથી મોટો ખુલાસો

100
0

રાજ્યમાં હાલ કોરોના વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે, જેમાં સુરત અને રાજકોટ કોરોનાના એપી સેન્ટર બની ગયેલ છે. ત્યારે રાજકોટમાં કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 590 ગામો કોરોના મુક્ત થઈ ગયા છે, જ્યારે રાજકોટના 11 તાલુકા કોરોના મુક્ત થયા હોવાનું તારણ સામે આવ્યું છે. અહીં 590 ગામો અને 11 તાલુકામાં માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દરરોજ ડબલ ડિજીટમાં લોકો કોરોના સામેની લડાઈમાં હારી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા માટે આજે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 590 ગામો અને 11 તાલુકામાં 259 ગામો છે જે હાલ કોરોના મુક્ત થયા હોવાની વાત સામે આવી છે. માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.

રાજકોટ જિલ્લાના ક્યાં તાલુકાના કેટલા ગામો કોરોના મુક્ત થયા છે તેની વિગતવાર માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. રાજકોટ તાલુકાના 43 ગામો કોરોના મુક્ત થયા છે. લોધિકા તાલુકાના 16 ગામો કોરોના મુક્ત થયા હોવાની વાત સામે આવી છે. પડધરી તાલુકાના 31 ગામો કોરોના મુક્ત થયા છે.

આ સિવાય અનુક્રમે ગોંડલ તાલુકાના 23 ગામો, કોટડા સાંગાણી તાલુકાના 22 ગામો, ધોરાજી તાલુકાના 5 ગામો, ઉપલેટા તાલુકાના 26 ગામો, જેતપુર તાલુકાના 7 ગામો, જામકંડોરણાના 22 ગામો, જસદણ તાલુકાના 28 ગામો અને વિછ્યાં તાલુકાના 36 ગામો કોરોના મુક્ત થયા છે.

https://newsnfeeds.com/tension-in-ladakh-is-at-peak/