Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
latestupdate – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 04 Nov 2020 12:15:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મેઇન્ટેનન્સ:માંડ ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ https://newsnfeeds.com/maintenance-two-days-off-today-for-sea-plane-maintenance-after-barely-three-days-of-flight/ Wed, 04 Nov 2020 12:15:02 +0000 https://newsnfeeds.com/?p=157436 અમદાવાદ-કેવડિયા વચ્ચે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે સી-પ્લેને ચાર ફેરા માર્યા દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક, વધુ એક પાઇલટ-એટેન્ડન્ટ ઉમેરાશે અમદાવાદથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચાર ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી […]

The post મેઇન્ટેનન્સ:માંડ ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ appeared first on News n Feeds.

]]>
  • અમદાવાદ-કેવડિયા વચ્ચે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે સી-પ્લેને ચાર ફેરા માર્યા
  • દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક, વધુ એક પાઇલટ-એટેન્ડન્ટ ઉમેરાશે
  • અમદાવાદથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચાર ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઇન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. સી-પ્લેનના પાઈલટના ફ્લાઈટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પૂરા થઈ જતાં બે દિવસ તેમને આરામ આપવામાં આવશે. વધુમાં દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે.

    સી-પ્લેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે પહેલીવાર રિવરફ્રન્ટથી કેવડિયા જવા માટે બંને ફ્લાઇટ ફુલ થઈ ગઈ હતી. જોકે રિટર્ન ફ્લાઈટમાં 3થી 4 સીટ ખાલી હતી. હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી આગામી દિવસોમાં આ સીટો પણ ભરાઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સી-પ્લેનના 3 પાઈલટ આવ્યા છે અને તેમની સાથે એક જ એટેન્ડેન્ટ છે, જેમના ફ્લાઈટના કલાકો પૂરા થઈ ગયા છે ત્યારે સરકારી ગાઈડલાઈન્સ મુજબ તેમને રેસ્ટ આપવો જરૂરી છે. જોકે આગામી દિવસોમાં વધુ એક પાઈલટ અને એક એટેન્ડેન્ટ આવી જશે ત્યારે 2-2 પાઇલટની સાથે 1-1 એટેન્ડેન્ટની ટીમ રહેશે, જેને કારણે એકસાથે બે દિવસ માટે ફ્લાઈટનું સંચાલન બંધ નહીં થાય.

    ત્રણ દિવસમાં કુલ 80 પેસેન્જરે મુસાફરી કરી
    શહેરમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદથી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી 1થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં કેવડિયા 6 પેસેન્જર ગયા હતા, જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી. બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ, જેમાં જતા 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા. ત્રીજા દિવસે શિડ્યૂલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઈ છે, જેમાં અમદાવાદથી જતાં ફુલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા. જ્યારે રિટર્નમાં બન્ને ફ્લાઈટમાં 11 અને 12 પેસેન્જરે મુસાફરીનો લાભ લીધો હતો.

    ટ્રૂજેટની ફ્લાઈટો છઠ્ઠી સુધી બંધ
    ઉડાન યોજના હેઠળ અમદાવાદથી સંચાલિત થતી એરલાઈન્સ ટ્રુજેટની ફ્લાઈટ પણ 6 નવેમ્બર સુધી મેઈન્ટેનન્સ માટે ગ્રાઉન્ડેડ કરાઈ છે. આમ અમદાવાદથી પોરબંદર, કંડલા, જેસલમેર, નાસિક અને જલગાંવ માટે રોજ જતી ફ્લાઈટો રદ કરાઈ છે. બુકિંગ કરાવનાર પેસેન્જરોને ફુલ રિફંડ આપી દેવામાં આવ્યું છે.

    The post મેઇન્ટેનન્સ:માંડ ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ appeared first on News n Feeds.

    ]]>
    157436
    લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે https://newsnfeeds.com/important-decision-on-wedding-occasion-200-people-will-now-be-able-to-attend-the-wedding-ceremony-in-the-state-as-per-the-guidelines-of-the-center-instead-of-100/ Mon, 02 Nov 2020 09:01:22 +0000 https://newsnfeeds.com/?p=157401 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો, 3જી નવેમ્બરથી રાજ્યમાં છૂટછાટનો અમલ થશે. રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે […]

    The post લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે appeared first on News n Feeds.

    ]]>
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો, 3જી નવેમ્બરથી રાજ્યમાં છૂટછાટનો અમલ થશે.
  • રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

    200 મહેમાન હોય તો સમારોહ-સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ
    હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ, તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ-સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇપણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ.
    રાજ્યમાં હવે લગ્નની સીઝન જામશે
    કોરોનાના પગલે લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા અંતર્ગત અગાઉ રોકાયેલા લગ્ન પ્રસંગોમાં હવે ગતિ આવે એવી શક્યતા છે. રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં હાજર રહેનારની સંખ્યા બમણી કરી દીધી છે, જે અગાઉ માત્ર 100 હતી. હવે 200 લોકો લગ્નપ્રસંગમાં આવી શકે તેવી છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે આ છૂટછાટો આવતીકાલે 3જી નવેમ્બરથી લાગુ થશે. બંધ હોલના કિસ્સામાં આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી 50 ટકા સુધી છૂટ અપાશે.

    અનલોક-4માં સો લોકોની લિમિટ સાથે દરેક પ્રકારના પ્રસંગને પરવાનગી હતી
    22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.

    The post લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે appeared first on News n Feeds.

    ]]>
    157401
    વિશ્વનો સૌથી મોટો IPO:ભારતની GDP કરતાં જેક માની કંપનીનો IPO મોટો https://newsnfeeds.com/the-worlds-largest-ipo-jack-manis-ipo-is-bigger-than-indias-gdp/ Mon, 02 Nov 2020 08:49:55 +0000 https://newsnfeeds.com/?p=157395 જેક માની અલીબાબા માલિકીની એન્ટ ગ્રૂપનો વિશ્વનો સૌથી મોટો આઇપીઓ સાબિત થશે એન્ટ ગ્રૂપ IPO દ્વારા 34.4 અબજ ડોલર એટલે 2.54 લાખ કરોડ એકત્ર કરશે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જેક મા ઝડપી આગળ વધી રહ્યાં છે. જેક માની અલીબાબાની માલિકીની કંપની એન્ટ ગ્રૂપે હોંગકોંગ અને શાંઘાઈમાં તેની બમણી સૂચિમાં વ્યક્તિગત રોકાણકારો પાસેથી 3 ટ્રિલિયન ડોલરની બીડ […]

    The post વિશ્વનો સૌથી મોટો IPO:ભારતની GDP કરતાં જેક માની કંપનીનો IPO મોટો appeared first on News n Feeds.

    ]]>
  • જેક માની અલીબાબા માલિકીની એન્ટ ગ્રૂપનો વિશ્વનો સૌથી મોટો આઇપીઓ સાબિત થશે
  • એન્ટ ગ્રૂપ IPO દ્વારા 34.4 અબજ ડોલર એટલે 2.54 લાખ કરોડ એકત્ર કરશે
  • વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જેક મા ઝડપી આગળ વધી રહ્યાં છે. જેક માની અલીબાબાની માલિકીની કંપની એન્ટ ગ્રૂપે હોંગકોંગ અને શાંઘાઈમાં તેની બમણી સૂચિમાં વ્યક્તિગત રોકાણકારો પાસેથી 3 ટ્રિલિયન ડોલરની બીડ મળી છે જે ભારતની જીડીપી કરતા ઘણી વધુ છે. તેમજ બ્રિટનના જીડીપી જેટલા અંદાજાઇ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીઓના બે દિવસ પહેલા પછી 5 નવેમ્બર, 2020 ના રોજ જેક માએ એન્ટ ગ્રૂપ લિ.ના શેરો હોંગકોંગ અને શાંઘાઈમાં લિસ્ટ કરે તેવી સંભાવના છે. એન્ટ ગ્રૂપ આઇપીઓ દ્વારા 34.4 અબજ ડોલર એટલે 2.54 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એન્ટના આઇપીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ 76 અબજ શેરની બીડ ભરી છે. જે શંઘાઇ ફાઇલિંગ મુજબ પ્રારંભિક ઓફર કરતાં 284 ગણી છે.

    આ 3 દેશનો GDP 3 ટ્રિલિયન ડોલરથી ઓછો

    દેશ GDP
    ભારત 2.94 ટ્રિલિયન ડોલર
    બ્રિટન 2.83 ટ્રિલિયન ડોલર
    ફ્રાંસ 2.71 ટ્રિલિયન ડોલર

    અરામકોના IPOએ અલીબાબાનો રેકોર્ડ તોડી નાંખ્યો, હવે અરામકો ફરી અલીબાબાથી પાછળ
    એન્ટ ગ્રૂપ ઇજિપ્તના કુલ જીડીપી (303 અબજ ડોલર) સામે 315 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવે છે. આ ઉપરાંત ફિનલેન્ડ (269 અબજ ડોલર) કરતા પણ તેનું મૂલ્ય વધુ છે. 2019માં ઓઇલ જાયન્ટ સાઉદી અરામકોના 29.4 અબજ ડોલરનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ બન્યો હતો. પરંતુ હવે જેક માની એન્ટ ગ્રૂપ આઈપીઓ ઇતિહાસમાં સૌથી મોટો બની જશે. અગાઉ જેકમાની અલીબાબાએ 2014માં $ 25 અબજ ડોલર આઇપીઓ દ્વારા એકત્ર કર્યા હતા.

    Ant ગ્રુપના IPOની માંગ એટલી હતી કે બ્રોકરેજ ફર્મ્સના પ્લેટફોર્મ ક્રેશ થયા
    કંપનીના હોંગકોંગ અને શાંઘાઈના શેરબજારો માટે IPO ઈશ્યુ કર્યો હતો. તેને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો તેને લીધે કેટલીક બ્રોકરેજ હાઉસિસના પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયા હતા. શાંઘાઈમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ઈસ્યુની તુલનામાં 872 ગણી વધારે બિડ મળી. બીજી બાજુ હોંગકોંગમાં 389 ગણી શેરોની માંગ થઈ હતી.

    એન્ટ ગ્રૂપના આઇપીઓ બાદ વિશ્વના સૌથી ધનિકમાં 11મા સ્થાને પહોંચશે
    જેક મા જેમણે 60,000 સાથે અલીબાબાની સહ-સ્થાપના કરી છે એન્ટ ફાઇનાન્સિયલના સૌથી મોટા આઇપીઓ બાદ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ જેક મા બનશે. કંપનીમાં જેક માનો 8.8 ટકા હિસ્સો છે જેનાથી તે એન્ટ ગ્રૂપનો સૌથી મોટો વ્યક્તિગત શેરહોલ્ડર છે. હોંગકોંગ અને શાંઘાઈમાં શેરના ભાવોના આધારે તેનો હિસ્સો 27.4 અબજ ડોલર છે, જે બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક પર 71.6 અબજ ડોલર લિફ્ટ કરશે.

    એન્ટના આઇપીઓમાં 76 અબજના શેરની બીડ ભરાઇ
    એન્ટના આઇપીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ 76 અબજ શેરની બીડ ભરી છે. જે શંઘાઇ ફાઇલિંગ મુજબ પ્રારંભિક ઓફર કરતાં 284 ગણી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર બ્રોકર્સ તેમના રોકાણકારોના 20 ગણા મૂલ્યના વ્યક્તિગત રોકાણકારોને ધિરાણ આપવા માટે તૈયાર હતા.

    IPO 870 ગણો છલકાઇ જતા હોંગકોંગનું બ્રોકરેજ પ્લેટફોર્મ ક્રેશ થયું
    બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ હોંગકોંગમાં એન્ટ ગ્રૂપ આઈપીઓ માટેની બોલી એટલી વધુ હતી કે અનેકગણો આઇપીઓ છલકાઈ ગયા પછી એક બ્રોકરેજ પ્લેટફોર્મ ક્રેશ થયું. શાંઘાઈમાં, રિટેલમાં પ્રારંભિક 870 ગણાથી વધુ ભરાઇ ગયો છે. હોંગકોંગ લિસ્ટિંગ માટેનું બુક બિલ્ડિંગ સોમવારથી શુક્રવાર સુધી ચાલ્યું હતું જ્યારે શાંઘાઇના શેર માટે બિડ ગુરુવારે એક દિવસ માટે ખૂલી હતી.

    જેક મા આઠમા ક્રમને ભાગ્યશાળી માને છે
    ચીનના લોકો છ નંબરને વધુ શુકનવંતો માની રહ્યા છે પરંતુ જેક મા આઠમા નંબરને વધુ પસંદ કરી રહ્યાં છે. શાંઘાઇમાં શેરની કિંમત 68.8 યુઆન અને હોંગકોંગમાં એચકે 80 ડોલરની રહી છે.

    એન્ટ ગ્રૂપનું વેલ્યુએશન બેન્ક ઓફ અમેરિકાથી મોટું
    ગ્રૂપનું માર્કેટ વેલ્યુએશન જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને બેંક ઓફ અમેરિકાથી મોટું છે. પેપલ હોલ્ડિંગ્સ કંપની ($ 238 અબજ) અને વૉલ્ટ ડિઝની કંપની ( $ 232 અબજ) કરતા મોટી છે. જ્યારે IBM કોર્પ કરતા 3 ગણો, ગોલ્ડમેન સાસ ગ્રૂપ કરતા 4 ગણી મોટી છે.

    વિશ્વના 10 સૌથી મોટા IPO

    Ant ગ્રુપ 35 અબજ ડોલર
    સાઉદી અરામકો 29.4 અબજ ડોલર
    અલીબાબા 25 અબજ ડોલર
    સોફ્ટ બેન્ક 21.1 અબજ ડોલર
    AIA 20.4 અબજ ડોલર
    વીઝા 19.7 અબજ ડોલર
    GM 18.1 અબજ ડોલર
    ENEL 17.4 અબજ ડોલર
    ICBC 16.1 અબજ ડોલર
    NTT ડોકોમો 16 અબજ ડોલર

    ઈસ્યુની આટલી ડિમાન્ડનું કારણ શું છે
    Ant એ વર્ષ 2004માં પેમેન્ટ સેવા શરૂ કરી હતી. ફક્ત 16 વર્ષમાં જ વિશાળ એમ્પાયરનું સર્જન કર્યું હતું. કંપની શોર્ટ ટર્મ લોન આપે છે, સુવિધા એવી છે કે એક મિનિટમાં ગ્રાહકોના ખાતામાં પૈસા પહોંચી જાય છે. કંપની વીમા અને રોકાણ પ્રોડક્ટનું પણ વેચાણ કરે છે. હવે સૌથી મોટો IPO રજૂ કર્યો છે. રોકાણકારોને વિશ્વાસ છે કે કંપની આગામી સમયમાં પણ ચીનમાં ફાયનાન્સિયલ સર્વિસિસના ડિજીટલાઈઝેશનથી લાભ મેળવશે.

    શેરનું લિસ્ટીંગ 5 નવેમ્બરના રોજ થશે
    Ant ગ્રુપના શેરનું ટ્રેડિંગ શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં 5 નવેમ્બરથી એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના 2 દિવસ બાદ શરૂ થશે. એટલે કે અમેરિકાની ચૂંટણીઓની વિશ્વના શેરબજારો પર અસર થશે તો Ant ગ્રુપના લિસ્ટીંગ પર અસર થઈ શકે છે.

    The post વિશ્વનો સૌથી મોટો IPO:ભારતની GDP કરતાં જેક માની કંપનીનો IPO મોટો appeared first on News n Feeds.

    ]]>
    157395
    સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; https://newsnfeeds.com/the-suspended-8-mps-picketed-all-night-in-the-morning-the-deputy-speaker-arrived-with-tea-but-the-mps-refused/ Tue, 22 Sep 2020 10:25:07 +0000 https://newsnfeeds.com/?p=156704 કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં હલ્લો કરવા બદલ 8 સાંસદને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસના 3, તૃણમૂલ અને સીપીઆઈના 2-2 અને આપના એક સાંસદ સામેલ કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યા, ધરણાં હજી પણ ચાલુ છે. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં […]

    The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.

    ]]>
  • કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં હલ્લો કરવા બદલ 8 સાંસદને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
  • તેમાં કોંગ્રેસના 3, તૃણમૂલ અને સીપીઆઈના 2-2 અને આપના એક સાંસદ સામેલ
  • કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યા, ધરણાં હજી પણ ચાલુ છે. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે, જ્યારે સંસદ પરિસરમાં આખી રાત દેખાવો ચાલ્યા. જોકે વિધાનસભાઓમાં આવું થતું રહે છે. ધરણાં કરી રહેલા સાંસદો માટે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ આજે સવારે ચા લઈને પહોંચ્યા હતા. જોકે સાંસદોએ તેમની ચા પીવાથી ઈન્કાર કર્યો હતો.
  • વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું, હરિવંશજી તે લોકો માટે ચા લઈને પહોંચ્યા, જેમણે થોડા દિવસો પહેલાં તેમની પર હુમલો કર્યો હતો. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર અને મોટા દિલના છે. હું દેશની જનતાની સાથે તેમને અભિનંદન પાઠવું છે.

    The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.

    ]]>
    156704
    ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/ Fri, 18 Sep 2020 11:34:43 +0000 https://newsnfeeds.com/?p=156551 રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે […]

    The post ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય appeared first on News n Feeds.

    ]]>
    રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે.

    ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને પગારવધારાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલી હોવી ફરજિયાત છે.

    રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે સરકારે આ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારીઓ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC કે CCC +ની કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેમને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ પગારનો લાભ મળશે. જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31-12-2020 પછી પાસ કરશે તો જે તારીખે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

    જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ?

    The post ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય appeared first on News n Feeds.

    ]]>
    156551