Home Gujarati જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ?

જાણવા માંગો છો કંગના ને કોણે સોફ્ટ પોર્ન સ્ટાર કહી ?

155
0

કંગના રનૌતે હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમ્યાન ઉર્મિલાને સોફ્ટ પોર્ન સ્ટાર કહી દીધી હતી. આ વિશે ઉર્મિલાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના કહી છે. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ બાબતે હવે મારા તરફથી કંઈપણ કહેવાનું બાકી રહી ગયું છે.’ આ વાત તેણે બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી.

બરખા સાથેની વાતચીત દરમ્યાન ઉર્મિલાએ કહ્યું, ‘મને કંગના પર કોઈપણ પ્રકારે પર્સનલ કમેન્ટ કરવામાં રસ નથી. તમે મારા બધા ઇન્ટરવ્યૂ જોઈ શકો છો, મેં ન તો અત્યારે કે ન તો અગાઉ ક્યારેયપણ તેના પર પર્સનલ કોઈ કમેન્ટ કરી નથી. પરંતુ મેં તો કામને લઈને હંમેશાં તેના વખાણ કર્યા છે.’

kangna-newsnfeed
kangna-newsnfeed

ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે, ‘મેં ઉર્મિલાનો એક અપમાનજનક ઇન્ટરવ્યૂ જોયો. તેણે જે રીતે મારા વિશે વાત કરી, તે મને ઉશ્કેરવા માટે છે. તેણે મારી સ્ટ્રગલની મજાક ઉડાવી છે. તે મારા પર એટલે હુમલો બોલી રહે છે કારણકે હું ભાજપની ટિકિટ ઈચ્છું છું, જે મારા માટે એટલું કઠિન પણ નથી.’

કંગનાએ આગળ કહ્યું હતું કે, ‘ઉર્મિલા સોફ્ટ પોર્ન સ્ટાર છે. હું જાણું છું કે આ થોડું વધુ છે પણ સ્વાભાવિક છે કે તેઓ તેની એક્ટિંગ માટે જાણીતા નથી. તેઓ શેના માટે ફેમસ છે? સોફ્ટ પોર્ન કરવા માટે. જો તેમને ટિકિટ (કોંગ્રેસની) મળી શકે છે તો મને કેમ નથી મળી શકતી.’

એક અન્ય ચેનલ સાથેની વાતચીતમાં ઉર્મિલાએ કંગનાની ભાષા પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘એક સભ્ય સંસ્કૃતિવાળા ઘરની કઈ છોકરી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે કે ‘શું ઉખાડી લેશો’, ‘કોઈના બાપનું છે શું’. આ બધા શબ્દ જયા બચ્ચનજી જેવા વરિષ્ઠ સહકર્મીને લઈને પણ કહેવામાં આવ્યા. શું આ બધું સારા ઈરાદા સાથે હતું. શું આ બધું કોઈપણ રીતે ભારતીય સંસ્કૃતિમાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું કયુ પેજ આવું બધું શીખવે છે?’

કોઈ નહીં ઈચ્છે છે તેમના બાળકો કંગના જેવી ભાષા બોલે
ઉર્મિલાએ એવું પણ કહ્યું કે કંગના તે બધા લોકોનું અપમાન કરી રહી છે જેને તેના પર પ્રેમ અને સ્નેહ વરસાવ્યો અને એક મુંબઈકર હોવાના કારણે મને લાગે છે કે આ યોગ્ય નથી. કંગના દેશ સામે એક ઘણું ખોટું ઉદાહરણ રજૂ કરી રહી છે. ઉર્મિલાના જણાવ્યા અનુસાર લોકો નહીં ઈચ્છે કે તેના બાળકો કંગનાથી પ્રેરણા લે જે આ પ્રકારની ભાષા યુઝ કરે છે.

ડ્રગ્સ લેનારા લોકો જરૂર હશે
બોલિવૂડમાં 99% લોકો ડ્રગ્સ લે છે તેવા કંગનાના સ્ટેટમેન્ટને લઈને ઉર્મિલાએ કહ્યું, ‘દુર્ભાગ્યથી ભારતમાં ડ્રગ્સ દરેક જગ્યાએ સરળતાથી અવેલેબલ છે. પરંતુ આ દાવો કરવો કે આખી ઇન્ડસ્ટ્રી ડ્રગ માફિયા સાથે જોડાયેલી છે, આ વધારી ચડાવીને આપેલું સ્ટેટમેન્ટ છે એટલું જ નહીં મને નથી ખબર કે આને શું કહેવામાં આવું જોઈએ.’

આગળ તેણે કહ્યું કે હું એ વાત નથી નકારતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અમુક લોકો એવા હશે જે ડ્રગ્સનું સેવન કરતા હશે. એવા લોકોને ઓળખી કાઢીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.’

77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન