Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
CRICKET LATESTNEWS – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 17 Sep 2020 10:17:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર બેટ્સમેન https://newsnfeeds.com/ipl-history-the-most-man-of-the-match-award-winning-batsman-in-the-ipl/ Thu, 17 Sep 2020 10:17:04 +0000 https://newsnfeeds.com/?p=156469 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે. આઈપીએલમાં રમતા દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે સારૂ પ્રદર્શન કરે. બેટ્સમેન હોય કે બોલર, બધા પોતાને આઈપીએલ દરમિયાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આઈપીએલમાં […]

The post IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર બેટ્સમેન appeared first on News n Feeds.

]]>
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે.

આઈપીએલમાં રમતા દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે સારૂ પ્રદર્શન કરે. બેટ્સમેન હોય કે બોલર, બધા પોતાને આઈપીએલ દરમિયાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આઈપીએલમાં દર્શકો બેટ્સમેનને રમતા જોવા વધુ પસંદ કરે છે. આજ કારણે આઈપીએલને બેટ્સમેનોની ટૂર્નામેન્ટ કહેવામાં આવે છે. બેટિંગ દરમિયાન ઘણા બેટ્સમેનોના ફ્લોપ પ્રદર્શનથી દર્શકો નિરાશ પણ થાય છે. મોટા ખેલાડી પાસે તેના ફેન્સને વધુ આશા હોય છે. આજ કારણ છે કે ક્યારેક ખરાદ પ્રદર્શન બાદ દર્શકો પોતાના પસંદગીના ખેલાડીની ટીકા કરે છે. તો મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે. આપણે અહીં આઈપીએલમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડીઓની વાત કરીશું.

રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધી 188 આઈપીએલ મુકાબલામાં રોહિત શર્માએ 17 મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે. મુંબઈની ટીમ રોહિતની આગેવાનીમાં ચાર વખત ચેમ્પિયન પણ બની છે.

ડેવિડ વોર્નર
આ લિસ્ટમાં ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વોર્નર આઈપીએલમાં 126 મેચ રમ્યો છે અને 17 વખત મેન ઓફ ધ મેચ રહ્યો છે. દરેક આઈપીએલમાં ડેવિડ વોર્નરના બેટથી દર્શકોને ખાસ આશા હોય છે. દર્શક તેના ચોગ્ગા-છગ્ગા જોવાનું પસંદ કરે છે.

એબી ડિવિલિયર્સ
આઈપીએલના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક એબી ડિવિલિયર્સ 20 વખત મેન ઓફ ધ મેચ થયો છે. આઈપીએલમાં એબી ડિવિલિયર્સે 154 મેચ અત્યાર સુધી રમી છે. એબી ડિવિલિયર્સ તે ખેલાડી છે જેના ભારતમાં સૌથી વધુ ફેન્સ છે. કોઈપણ અન્ય વિદેશી ખેલાડીને ડિવિલિયર્સ કરતા વધુ પસંદ કરવામાં આવતો નથી. ફેન્સ તેની બેટિંગના દીવાના છે.

ક્રિસ ગેલ
યૂનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલે આઈપીએલના દરેક રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ તેને મળ્યા છે. 21 મેન ઓફ ધ મેચ એવોર્ડની સાથે ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. સિક્સ અને સૌથી ઝડપી સદીના મામલામાં પણ ગેલનું નામ સામેલ છે. તો આઈપીએલનો સર્વાધિક સ્કોર પણ ગેલના નામે છે.

https://newsnfeeds.com/art-on-pm-narendra-modis-birthday-an-artwork-made-of-80000-pieces-of-wood-showing-motherly-love-was-put-on-display/

The post IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર બેટ્સમેન appeared first on News n Feeds.

]]>
156469
IPL-2020માં સૌથી સંતુલિત જોવા મળી રહી છે SRH, જાણો તેની તાકાત અને નબળાઈ https://newsnfeeds.com/srh-is-looking-the-most-balanced-in-ipl-2020-know-its-strengths-and-weaknesses/ Wed, 16 Sep 2020 10:02:42 +0000 https://newsnfeeds.com/?p=156387 શાનદાર ઉચ્ચક્રમ, અત્યંત સારું સ્પિન આક્રમણ અને ડેવિડ વૉર્નર જેવો આક્રમક કેપ્ટન. ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સંતુલિત સનરાઇઝર્સ હૈદરાબાદ એકવાર ફરી પ્લેઑફના 4 પ્રબળ દાવેદારોમાંથી હશે. મુંબઈ ઈન્ડિયન્સ અથવા ચેન્નઈ સુપરકિંગ્સ જેવી હાઈ પ્રોફાઇલ ટીમ ના હોવા છતા સનરાઇઝર્સ હૈદરાબાદ કોઈથી કમ નથી, કેમકે તેની પાસે શાનદાર કૉચિંગ સ્ટાફ છે. આમાં ટ્રેવર બેલિસ (કેકેઆરના પૂર્વ […]

The post IPL-2020માં સૌથી સંતુલિત જોવા મળી રહી છે SRH, જાણો તેની તાકાત અને નબળાઈ appeared first on News n Feeds.

]]>

શાનદાર ઉચ્ચક્રમ, અત્યંત સારું સ્પિન આક્રમણ અને ડેવિડ વૉર્નર જેવો આક્રમક કેપ્ટન. ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સંતુલિત સનરાઇઝર્સ હૈદરાબાદ એકવાર ફરી પ્લેઑફના 4 પ્રબળ દાવેદારોમાંથી હશે. મુંબઈ ઈન્ડિયન્સ અથવા ચેન્નઈ સુપરકિંગ્સ જેવી હાઈ પ્રોફાઇલ ટીમ ના હોવા છતા સનરાઇઝર્સ હૈદરાબાદ કોઈથી કમ નથી, કેમકે તેની પાસે શાનદાર કૉચિંગ સ્ટાફ છે. આમાં ટ્રેવર બેલિસ (કેકેઆરના પૂર્વ વિજેતા કોચ), વીવીએસ લક્ષ્મણ અને મુથૈયા મુરલીધરન જેવા મહાન પૂર્વ ખેલાડી સામેલ છે.

વૉર્નરના રૂપમાં સનરાઇઝર્સની પાસે જાદૂઈ કેપ્ટન

આ ત્રણેય આઈપીએલની સફળ ટીમોના ડગઆઉટમાં રહી ચુક્યા છે અને તેમનું પોતાનું કદ પણ ઘણું ઊંચું છે. કેપ્ટન તરીકે આ સીઝનમાં પરત ફરી રહેલા ડેવિડ વૉર્નરના રૂપમાં સનરાઇઝર્સની પાસે જાદૂઈ કેપ્ટન છે, જે પોતાના દમ પર મેચ જીતાડવાનો દમ રાખે છે. 4 વર્ષ પહેલા વૉર્નરની કેપ્ટનશિપમાં સનરાઇઝર્સે ટ્રોફી જીતી હતી અને ત્રણ વાર ‘ઑરેન્જ કેપ’ મેળવી છે. ટીમમાં ભુવનેશ્વર કુમાર જેવો શાનદાર ઝડપી બોલર છે અને અફઘાનિસ્તાનના ટી-20 ટીમના કેપ્ટન જેવો સ્પિનર, આ ઉપરાંત બોલિંગની જવાબદારી સિદ્ધાર્થ કૌલ અને શાહબાઝ નદીમ સંભાળશે.

વિરાટ સિંહ જેવા યુવા ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટિંગ ક્રમમાં જોકે એટલું ડેપ્થ નથી. વૉર્નર અને બેયરસ્ટોના અસફળ રહ્યા બાદ ટીમનો બધો જ આધાર મનીષ પાંડે અને વિલિયમ્સન પર આવી જશે. ટીમે ડાબોડી બેટ્સમેન વિરાટ સિંહ જેવા યુવાઓ પર ભરોસો મુક્યો છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 343 રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર અભિષેક શર્મા અને ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન પ્રિયમ ગર્ગ પણ ટીમમાં છે. યૂએઈની પિચો પર સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. આવામાં રાશિદ ખાન મહત્વનો સાબિત થઈ શકે છે.

ટીમ

ડેવિડ વૉર્નર ( કેપ્ટન), જૉની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગૌસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મિચેલ માર્શ, અભિષેક શર્મા, બી સંદીપ, સંજય યાદવ, ફેબિયન એલેન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન, બાસિલ થમ્પી

https://newsnfeeds.com/kangana-and-jaya-bachchan-face-to-face/

The post IPL-2020માં સૌથી સંતુલિત જોવા મળી રહી છે SRH, જાણો તેની તાકાત અને નબળાઈ appeared first on News n Feeds.

]]>
156387