Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
atal – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 03 Oct 2020 12:37:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 રોહતાંગમાં અટલ ટનલ આજથી શરૂ:મોદીએ 10 હજાર ફૂટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું, https://newsnfeeds.com/atal-tunnel-in-rohtang-starts-today-modi-inaugurates-the-worlds-longest-atal-tunnel-built-at-an-altitude-of-10000-feet/ Sat, 03 Oct 2020 12:37:29 +0000 https://newsnfeeds.com/?p=156818 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. લગભગ 10 હજાર ફૂટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ 9.2 કિમી છે, જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. આ ટનલમાં લાહોલના 15 વૃદ્ધોએ પહેલા સફર કરી છે. હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર એને […]

The post રોહતાંગમાં અટલ ટનલ આજથી શરૂ:મોદીએ 10 હજાર ફૂટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું, appeared first on News n Feeds.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. લગભગ 10 હજાર ફૂટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ 9.2 કિમી છે, જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. આ ટનલમાં લાહોલના 15 વૃદ્ધોએ પહેલા સફર કરી છે.

હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર એને બનાવવામાં આવી છે. આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકની બચત થશે, જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે.

Atal_Tunnel_newsnfeeds
Atal_Tunnel_newsnfeeds
  • આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું નથી થયું, પણ હિમાચલ પ્રદેશના કરોડો લોકોનું પણ દાયકા જૂની રાહ જોવાનું સમાપ્ત થયું છે. મારું સૌભાગ્ય છે કે મને આજે અટલ ટનલના લોકાર્પણની તક મળી. રાજનાથજીએ જણાવ્યું હતું કે હું અહીં સંગઠનનું કામ જોતો હતો. પહાડો-વાદીઓમાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. જ્યારે અટલજી મનાલીમાં આવીને રહેતા હતા ત્યારે તેમની સાથે ગપ્પા મારતો હતો. હું અને ધૂમલજી જેને લઈને અટલજી સાથે જે વાત કરી રહ્યા હતા એ આજે શક્ય બન્યું છે.
  • લોકાર્પણની ઝાકઝમાળમાંમાં તે લોકો પાછળ રહી જાય છે, જેમની મહેનતથી આ પૂરું થયું છે. તેમની મહેનતથી આ સંકલ્પને આજે પૂરો કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં પરસેવો વહેવડાવનારા, જીવને જોખમમાં નાખનારા, મહેનત કરનારા જવાનો, મજૂર ભાઈ-બહેનો અને એન્જિનિયરોને હું પ્રણામ કરું છું.
  • આ ટનલ ભારતની બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી શક્તિ આપશે. હિમાલયનો આ હિસ્સો હોય, પશ્વિમ ભારતમાં રેગિસ્તાનનો વિસ્તાર હોય કે પછી દક્ષિણ અને પૂર્વ ભારતનો કાંઠાનો વિસ્તાર. હંમેશા અહીંયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય બનાવવાની માંગ ઉઠતી રહે છે. પરંતુ લાંબા સમયથી બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અથવા તો પ્લાનિંગના લેવલમાંથી જ નીકળી ન શક્યા અથવા પછી અટકી ગયા, લટકી ગયા અથવા ભટકી ગયા.
  • ટનલથી મનાલી અને લાહુલ-સ્પિતી ઘાટી 12 મહિના જોડાયેલા રહેશે. ભારે હિમવર્ષાને કારણે આ ઘાટીનો છ મહિના સુધી સંપર્ક તૂટી જાય છે.
  • ટનલનો સાઉથ પોર્ટલ મનાલીથી 25 કિમી દૂર આવેલો છે, સાથે જ નોર્થ પોર્ટલ લાહુલ ઘાટીમાં સિસુના તેલિંગ ગામની નજીક છે.
  • ટનલથી પસાર થતી વખતે એવું લાગશે કે સીધા સપાટ રસ્તા પર જઈ રહ્યા છીએ, પણ ટનલના એક ભાગ અને બીજામાં 60 મીટર ઊંચાઈનો ફરક છે. સાઉથ પોર્ટલ સમુદ્ર તળથી 3000 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યારે નોર્થ પોર્ટલ 3060 મીટર ઊંચું છે.

10.5 મીટર પહોંળી, 10 મીટર ઊંચી ટનલની ખાસિયત

  • 2958 કરોડ રૂપિયાનો ખર્ચ.
  • 14508 મેટ્રિક સ્ટીલ લાગ્યું.
  • 2,37,596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • 14 લાખ ઘનમીટર પહાડોનું ખોદકામ થયું.
  • દર 150 મીટરના અંતરે 4-Gની સુવિધા.

ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે;

 

The post રોહતાંગમાં અટલ ટનલ આજથી શરૂ:મોદીએ 10 હજાર ફૂટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું, appeared first on News n Feeds.

]]>
156818