Home Gujarati ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર...

ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે;

111
0

હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસમાં જવાની મંજૂરી મળી ગઈ છે.તેમની સાથે માત્ર 5 જ વ્યક્તિ જઈ શકશે. પણ રાહુલ અને પ્રિયંકા તમામ 35 સાંસદોને લઈ જવા માગે છે. પરંતુ પોલીસે તેમને દિલ્હી-નોઈડા ફ્લાઈવે પર અટકાવી દીધા. ત્યારપછી કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો. પછી પોલીસે રાહુલ અને પ્રિયંકાને જવાની મંજૂરી આપી દીધી. ત્યારપછી કોંગ્રેસ સમર્થક હોબાળો કરતા રહ્યા, તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો.

આ પહેલા રાહુલે ટ્વીટ કર્યું હતું કે દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળતાં રોકી નહીં શકે. તો આ તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, આ વખતે પણ નહીં જવા દે તો ફરી પ્રયાસ કરીશું. દિલ્હીના નોઈડા ફ્લાઈવે પર મોટી સંખ્યામાં પોલીસદળના જવાન તહેનાત છે, રસ્તામાં બેરિકેડ લગાવી દેવાયા છે.

newsnfeeds
newsnfeeds

આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.

પોલીસ આજે રાહુલને ફરી રોકશે, કારણ કે સમગ્ર હાથરસ જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે અને કોઈને પણ ગેંગરેપ પીડિતના ગામ (બુલીગઢ)માં એન્ટ્રી આપવામાં આવતી નથી. મીડિયાને પણ અંદર જવા દેવામાં આવતું નથી. પોલીસનું કહેવું છે કે મીડિયાએ SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

ઉંમર સાથે સંક્રમણનું જોખમ વધ્યું: વૃદ્ધોને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, ખોરાકમાં આ 5 ફેરફાર કરીને વધતી ઉંમરની અસર ઘટાડી શકાય છે અને મોટી બીમારીઓથી બચી શકાય છે