Home Gujarati પ્રાઇવસી બ્રીચ

પ્રાઇવસી બ્રીચ

202
0

ફેસબુક પર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો, યુઝરના પ્રાઇવેટ ડેટા માટે મોબાઇલ ફોનના કેમેરાનો ઉપયોગ થયો

  • સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ કોર્ટમાં ન્યૂ જર્સીની ઈન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોન્ડિટીએ અરજી દાખલ કરી
  • ફેસબુકે આરોપોનું ખંડન કર્યું, કંપની પ્રમાણે આ બધું એક બગને લીધે થયું
  • ગુરુવારે રાતે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાને કારણે દુનિયાભરમાં ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં લોગ ઈન કરી શક્યા નહોતા. એને લઈ યુઝર્સે ટ્વિટર પર ગુસ્સો પણ કાઢ્યો છે. તેવામાં ફેસબુક પર ઈન્સ્ટાગ્રામ યુઝર્સની કથિત રીતે જાસૂસી કરવાની વાત સામે આવી છે. ફેસબુક પર આરોપ લાગ્યો છે કે તે ડેટા ચોરી માટે કેમેરાનો ઉપયોગ કરે છે.
  • સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં ગુરુવારે કરાયેલી અરજીમાં ન્યૂ જર્સીની ઈન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોન્ડિટીએ જણાવ્યું હતું કે એપના કેમેરાનો ઉપયોગ જાણીજોઈને કરવામાં આવ્યો હતો. એ યુઝરનો આવશ્યક અને મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી કરવા માટે કરવામાં આવે છે, નહિ તો કોઈ કેમેરા એક્સેસ કરતું નથી.
  • જ્યારે પણ કોઈ એપ ફોનમાં ઈન્સ્ટોલ્ડ કરવામાં આવે છે તો એપ ઓપન કરતાં પહેલાં એ કેટલીક પરમિશન માગે છે, એમાં કોન્ટેક્ટ, મીડિયા, લોકેશન, કેમેરા સહિતની પરમિશન સામેલ હોય છે. પરમિશન Allow કરવા પર ફોનનો ડેટા જ્યારે પણ ઓન હોય છે તો એપ આપેલી પરમિશન અનુસાર, ફોનના ડેટા પર નજર રાખી શકે છે.

    ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એપ પણ આ રીતે નજર રાખે છે. એપ તમારી સંમતિ વગર ફોનનો કેમેરા પણ એક્સેસ પણ કરી શકે છે, કારણ કે તમે અગાઉ એપને આ પરમિશન આપી હોય છે.

  • કોઈપણ એપ્સને એ જ પરમિશન આપો, જે ખરેખર જરૂરી હોય, જેમ કે ઈન્સ્ટાગ્રામ ફોટો શેરિંગ એપ છે તો એમાં કેમેરા અને ગેલરીની પરમિશન આપવી પડે છે, પરંતુ આ એપને કોન્ટેક્ટ અને લોકેશનની પરમિશન આપવી જરૂરી નથી.
  • આપણે જ્યારે પણ કોઈ એપનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એને ક્લોઝ કરવાને બદલે મિનિમાઈઝ કરીએ છીએ. મિનિમાઈઝ થયેલી એપમાં પણ કંપની તમારા ડેટા પર નજર રાખી શકે છે, તેથી એપના ઉપયોગ બાદ એને મિનિમાઈઝ કરવાને બદલે ક્લોઝ કરી દો.
  • જો તમે વારંવાર ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તો ફોનનો ડેટા બંધ રાખી શકો છો. ડેટા ઓફ્ફ હોવાથી ફોનનો ડેટા ચોરી થવાના ચાન્સ સંપૂર્ણ રીતે શૂન્ય થઈ જાય છે.
  • fb&insta-newsnfeeds
    fb&insta-newsnfeeds
  • યુઝરના ડેટા સુરક્ષિત ન કરી શકવા માટે બ્રિટનના ડેટા નિયામકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને આ વર્ષે જ 5 લાખ પાઉન્ડ (આશરે 4 કરોડ 55 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તપાસમાં માલૂમ પડ્યું કે વર્ષ 2016ની યુરોપિયન યુનિયનની ચૂંટણી દરમિયાન ફેસબુકના ડેટાનો બંને તરફથી દુરુપયોગ કરાયો હતો. ફેસબુકે બ્રિટિશ કન્સલટન્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા તરફથી આશરે 8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરી કર્યો હોવાની વાત સ્વીકારી હતી. આ જ કંપનીએ વર્ષ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીપ્રચાર અભિયાન ચલાવ્યું હતું.
  • https://newsnfeeds.com/this-time-ipl-will-get-unlimited-corona-replacement-sputum-will-not-be-used-to-shine-the-ball-but-for-two-reasons-it-will-not-have-much-impact/