Home Business સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં

સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં

102
0

ગત એક મહિનામાં જોઈએ તો સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કિંમતમાં થોડો થોડો ઘટાડો શરૂ રહ્યો હતો. પરિણામે મહિનાના અંતે ડીઝલની કિંમતમાં 3.10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો હતો.

નવી દિલ્હી: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા દિવસોમાં સુધારો શરૂ થયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની અસર જોવા મળતી નથી. આ કારણે આજે પણ પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નૉવેરિયન ઑઇલ એન્ડ ગેસ એસોસિએશન (Norwegian oil & gas association) અને મજૂર યુનિયન વચ્ચે સમાધાનની આશા વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ સુધરી ગયો હતો. પરંતુ કોવિડ 19નો પ્રકોપ ઓછો ન થતાં ભાવ ફરીથી તૂટી ગયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની કોઈ અસર જોવા મળથી નથી. સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 81.06 રૂપિયા અને ડીઝલ (Diesel Price)ની કિંમત 70.46 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

ઓગસ્ટના બીજા પખવાડિયાથી જ પેટ્રોલની કિંમતમાં વધારો શરૂ થયો હતો, જે ગત સપ્ટેમ્બર મહિના સુધી શરૂ રહ્યો હતો. જો દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં 13 વખત ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 1.65 રૂપિયા વધી હતી. જોકે, 10 સપ્ટેમ્બર પછી તેમાં થોડો થોડો ઘટાડો શરૂ થયો હતો અને ગત મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થયો હતો.