Home Gujarati મુકેશ અંબાણી બીમાર થયા હોવાના સમાચાર:RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ...

મુકેશ અંબાણી બીમાર થયા હોવાના સમાચાર:RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ કેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી;

145
0
  • આ વર્ષના જુલાઈમાં એક દિવસમાં આ શેર 6.2 ટકા તૂટ્યો તો એ સમયે એ 1978 રૂપિયાથી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચારના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ મામલામાં RILએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ પહેલાં આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

15 દિવસથી સોશિયલ મીડિયા પર અફવા​​​
છેલ્લા 15 દિવસથી એવા સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે મુકેશ અંબાણીની સ્થિતિ ખરાબ છે. તેમનું લંડન ખાતે ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણથી અંબાણી પરિવાર IPLમાં દેખાઈ રહ્યો નથી. જોકે ગત સપ્તાહમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી.

હાલ માહિતી એકત્રિત કરાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
કેટલાક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ સામાચર અત્યારસુધીમાં બહાર આવ્યા નથી અને જ્યાં સુધીમાં આ અંગે સંપૂર્ણ માહિતી ન આવે ત્યાં સુધી એ કહેવું ખોટું છે. જોકે શેર પર એની અસર આજે સવારે જોવા મળી છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે ફ્યુચર રિટેલની ડીલ અને શનિવારે કંપનીનાં ખરાબ રિઝલ્ટને કારણે શેર પર દબાણ છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે રિઝલ્ટ એટલું ખરાબ નથી કે શેર 6 ટકા તૂટી જાય. એની પાછળ બીજાં કારણો છે.

1940 રૂપિયા પર જતો રહ્યો શેર
સોમવારે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એ છેલ્લા 4 મહિનાનું સૌથી નીચેનું સ્તર છે. આ કારણે આજે એક કલાકમાં એમકેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. જ્યારે 23 ઓક્ટોબરથી લઈને આજસુધીમાં કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

હિસ્સો વેચવાને કારણે શેર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો
ટેલિકોમમાં અને રિટેલ સેગમેન્ટમાં હિસ્સો વેચવાને કારણે આરઆઈએલના શેરમાં તેજી આવી હતી. જ્યારે આ પહેલાં આ શેર ઘણાં વર્ષો સુધી અન્ડર પર્ફોર્મ હતો. કોરોનાના કારણે કંપનીનું પ્રથમ ત્રિમાસિકનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ બીજા ત્રિમાસિકમાં તેણે સારું પ્રદર્શન કર્યું. બીજા ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9500 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે તેની રેવન્યુ પણ 1.48 લાખ કરોડ રૂપિયા ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા રહી છે. ટેલિકોમ સેગમેન્ટ કંપની માટે એક વરદાન સાબિત થઈ રહ્યું છે.