Home Gujarati ઓનલાઈન વર્ક કેવી રીતે કરવું?

ઓનલાઈન વર્ક કેવી રીતે કરવું?

192
0
  • ઓફિસ અને ઘરના કામની વચ્ચે શેડ્યુલ નક્કી કરો, જેથી બીજી જગ્યાના મેસેજથી તકલીફ ના થાય
  • એક્સપર્ટ પ્રમાણે, દરેક મેસેજની અવગણના ના કરો, તમને જેનાથી તકલીફ થાય છે તે બીજાની જરૂરિયાત હોઈ શકે છે
  • વર્ક ફ્રોમ હોમ દરમિયાન ડિજિટલ કમ્યુનિકેશન એટલે કે ઈમેલ, વીડિયો કોન્ફરન્સ જેવી વસ્તુઓમાં વધારો થઇ ગયો છે. એટલું જ નહિ પણ ઓફિસ અને બાળકોના સ્કૂલના મેલ ઉપરાંત તમારી પાસે અનેક સમાચારોના મેસેજ પહોંચી રહ્યા છે. તેવામાં જો તમે મેસેજને સારી રીતે મેનેજ કરવા માગો છો તો તમારે થોડું પ્રોડક્ટિવ બનવું પડશે. આ કામમાં એક્સપર્ટની અમુક ટિપ્સ તમને મદદ કરી શકે છે.
  • તમારા રિસ્પોન્સ વિશે વિદ્યાર્થીઓ, ઓફિસ અને સહકર્મીઓ કે બાળકોના ટીચર્સ સાથે વાત કરો. ઓનલાઈન લર્નિંગ રિસર્ચ એન્ડ ઇનોવેશનની ડિરેક્ટર લિનેટ ઓ કીફીનું કહેવું છે કે, દરેકનો સમય નક્કી કરી દો. તેનાથી તમને મેસેજની સંખ્યા પછી કરવામાં મદદ મળશે.
  • કોલમ્બિયા યુનિવર્સિટીમાં ટીચર્સ કોલેજમાં કમ્યુનિકેશન પ્રોફેસર આઈઓઆના લિટેરેટે કહ્યું કે, આપણી સાથે વધારે અવેલેબલ રહેવાની આશાઓ કરવામાં આવે છે. આપણી પાસે વધારે જવાબદારીઓ છે અને આપનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. આ વાતને મગજમાં રાખો અને દરેકને જણાવી દો કે તમે સંપર્ક રાખવા માગો છો. જો તમને બીક લાગે છે કે બાળકો ઝૂમ મિટિંગ ખરાબ કરી દેશે તો તમારા બોસને કહો કે તમે વીડિયો કોલ કરવા માગો છો.
  • બની શકે તમે કોઈ ટ્વિટર મેસેજ, મેલ અથવા સ્લેક મેસેજનો રિપ્લાય આપવા મજબૂરી અનુભવો, પરંતુ કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડાએન બેલેનું કહેવું છે કે, એ યાદ રાખવું જરૂરી છે કે, જે વસ્તુ તમારા માટે વિક્ષેપ છે, તે અન્ય માટે મદદ બની શકે છે.
  • કેટલીક રિક્વેસ્ટ જરૂરી હોય છે તો કેટલીક નથી હોતી. વિચારો કે તમે અન્ય લોકોની મદદ કરવા માટે ક્યારે સમય કાઢી શકશો અને તમારા માટે ક્યારે સમય હશે? ઉદાહરણથી સમજીએ તો જો તમારી પાસે કોઈ કામ પૂરું કરવા માટે 1 કલાક છે તો ઈમેલ બંધ કરો અને કામ પૂરું ન થાય ત્યાં સુધી ઓપન ન કરો.
  • ડોક્ટર ઓ કીફી તમારા જીવનમાં સામેલ તમામ ડિજિટલ ટૂલ્સની તપાસ કરવાની સલાહ આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે, તપાસ કરો અને તમારી જાતને સવાલ કરો કે તમારા જીવનમાં આ ટૂલ્સનું શું કામ છે. જો તમે 24/7 પર હાજર રહેવા નથી માગતા તો એક વખત કામ બંધ કર્યા બાદ ઓફિસનું ઈમેલ અને ચેટ નોટિફિકેશનનો બંધ કરો. જો તમે સ્માર્ટ વોચની મદદ લો છો તો, કામ બાદ તેને તરત દૂર કરો.
    સ્માર્ટફોન ખૂબ ઉપયોગી છે, પરંતુ યાદ રાખો કે તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ડોક્ટર લિટેરેટે તેમના ફોન પર કંઈપણ વાંચવાનું અથવા જોવાનું બંધ કર્યું છે. તેના માટે તેઓ કિંડલની મદદ લે છે. જો તમે સતત ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર સમય પસાર કરો છો તે અકાઉન્ટ્સને અનફોલો કરી દો, જે તમારા જીવન માટે બહું જરૂરી ન હોય. આવું તમારી એપ્સ સાથે પણ કરો.આખી વાત એમ છે કે તમે નક્કી કરી શકશો કે કેટલીવાક ઈમેલ અને સમચારોને જોવાના છે. તમારા વિદ્યાર્થીઓ અથવા બોસના મેસેજની અવગણના ન કરવી તે વધુ સારું છે.
  • office-newsnfeed
    office-newsnfeed
  • પોતાના ઈનબોક્સને ખાલી કરવાની રીત એ છે કે તમે મેલ લિસ્ટમાંથી પોતાને અનસબ્સક્રાઈબ કરી દો. જીમેલ અને એપલ મેલમાં તમે એક જ ક્લિકમાં પોતાને મેલ લિસ્ટમાંથી રિમૂવ કરી શકો છો.
  • તમે મેલ્સને સેન્ડર અને સબ્જેક્ટ લાઈન પ્રમાણે ફિલ્ટર પણ કરી શકો છો. સાથે જ તમારા પર્સનલ ઈનબોક્સ માટે એવું ફિલ્ટર તૈયાર કરી શકો છો, જ્યાં અપોઈન્ટમેન્ટ અને બિલની માહિતી હશે. તેથી તમારા આ મહત્ત્વપૂર્ણ મેલ અન્ય મેલ સાથે ખોવાઈ ન જાય.
  • https://newsnfeeds.com/special-for-chocolate-lovers/