Home Latest News કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ!

કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ!

128
0

યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

લંડન: યુકે પહેલો એવો દેશ બન્યો છે કે જેણે Pfizer/BioNTech કોરોના વાયરસ વેક્સિનને મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ રેગ્યુલેટર  MHRA એ કહ્યું કે કોવિડ-19 સામે 95% પ્રોટેક્શન આપતી આ રસી સુરક્ષિત છે. યુકેએ 20 મિલિયન લોકોને 2 ડોઝ આપવા માટે રસીના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. આ રસી આગામી અઠવાડિયાથી બ્રિટનમાં ઉપલબ્ધ થશે.

અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ ફાઈઝર કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોવિડ-19ની રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96% જેટલી અસરકારક છે. ગઈ  કાલે જ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેની અમેરિકન ભાગીદાર કંપની ફાઈઝરે યુરોપિયન સંઘ સામે રસીના રજિસ્ટ્રેશન માટે ઔપચારિક અરજી કરી હતી.  બ્રિટિશ રેગ્યુલેટર  MHRA આ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી.

રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે. બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે.

જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે રસીકરણ ચાલુ થઈ જાય, પરંતુ લોકોએ આમ છતાં સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.

કેવા પ્રકારની છે આ રસી?
આ એક નવા પ્રકારની mRNA vaccine છે. જેમાં કોરોના વાયરસના જેનેટિક કોડના નાનકડા અંશનો ઉપયોગ થાય છે જે બોડીને કોવિડ-19 સામે કેવી રીતે લડવું અને ઈમ્યુનિટી બનાવવી તે શીખવે છે. mRNA vaccineને આ અગાઉ હ્યુમન વપરાશ માટે મંજૂરી અપાયેલી નથી આમ છતાં ક્લિનિકલ ટ્રાયલમાં લોકોને તે અપાઈ છે.

કેવી રીતે કામ કરે છે આ રસી
આ રસી ઈન્જેક્શન દ્વારા શરીરમાં સેલ્સમાં પ્રવેશ કરે છે અને તેમને Coronavirus Spke Protein ઉત્પન્ન કરવાનું કહે છે. જેના કારણે ઈમ્યુન સિસ્ટમ ને એન્ટીબોડીઝ અને એક્ટિવ ટી-સેલ્સ ઉત્પન્ન કરવાનો મેસેજ મળે છે જે ઈન્ફેક્ટેડ સેલ્સનો નાશ કરે છે. જો વ્યક્તિ કોરોના વાયરસના સંપર્કમાં આવે તો એન્ટીબોડીઝ અને ટી-સેલ્સ શરીરમાં દાખલ થયેલા આ વાયરસ સામે લડે છે અને તેનો નાશ કરે છે.

આ રસીને -70C પર સ્ટોર કરવી જરૂરી છે. તથા ડ્રાય આઈસમાં પેક કરીને સ્પેશિયલ બોક્સમાં ટ્રાન્સપોર્ટ કરવી પડે છે. ફ્રીઝમાં તે પાંચ દિવસ સુધી રાખી શકાય છે.

રસી કોને અને ક્યારે મળશે?
વિશેષજ્ઞો દ્વારા આ રસીકરણમાં  કોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે લોકો હાઈ રિસ્ક પર છે તેમને પહેલા રસી અપાશે. કેર હોમ રેસિડેન્ટ્સ અને સ્ટાફ, 80 ઉપરના લોકો અને અન્ય હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કેટલાકને ક્રિસમસ પછી અપાશે.  50થી ઉપરના લોકોને આપવામાં આવશે. યંગ એજના લોકો કે જેઓ કોઈ હેલ્થ સમસ્યાથી પીડાતા હશે તેમને 2021માં આ રસી ઉપલબ્ધ બનશે. 21 દિવસના સમયગાળામાં આ રસીના બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ બુસ્ટર ડોઝ હશે.

અન્ય કોરોના રસીની શું છે સ્થિતિ
મોર્ડનાએ પણ આ જ રીતે રસી બનાવી છે એટલે કે mRNA vaccine છે. યુકેએ આ રસીના પણ 7 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. યુકેએ 100 મિલિયન ડોઝ અન્ય રસી જેમ કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના પણ ઓર્ડર આપેલા છે.

ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી (Viral vector (Genetically modified virus type)  –  62-90 % અસરકારક

Moderna (RNA (part of virus genetic code) – 95% અસરકારક

Pfizer-BioNTech  (RNA) – 95% અસરકાર

Gamaleya (Sputnik V)    Viral Vector  – 92% અસરકારક