Home Gujarati 36 વર્ષનો કેફે વર્કર નોકરી બાદ સ્પાઈડર મેનના પોશાક પહેરીને પ્લાસ્ટિકનો કચરો...

36 વર્ષનો કેફે વર્કર નોકરી બાદ સ્પાઈડર મેનના પોશાક પહેરીને પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે

114
0

જકાર્તા: ઈન્ડોનેશિયાનો કેફે વર્કર રુડી હાર્તોનોએ પોતાના દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પરસેવો પાડી રહ્યો છે. 36 વર્ષનો રુડી નોકરીમાં હાજરી આપીને સ્પાઈડર મેનના કપડાં પહેરીને પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવા જતો રહે છે.

સ્પાઈડર મેન કપડાંથી લોકો આકર્ષાયા
આ કપડાં પહેરીને કચરો ઉઠાવવા બાબતે રુડીએ કહ્યું કે, મેં શરૂઆતમાં પણ આઇલેન્ડ અને દરિયાકિનારે ભેગો થયેલો પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાનું શરુ કર્યું હતું, તે વખતે મને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. આ કામમાં મારી સાથે કોઈ જોડાયું નહોતું, પણ જેવા મેં સ્પાઈડર મેનના કપડાં પહેરીને પ્લાસ્ટિક ભેગું કરવાનું ચાલુ કર્યું તો લોકો મને જોઈને મારી મદદે આવ્યા અને તે લોકો પણ કચરો ઉઠાવવા લાગ્યા. સ્પાઈડરમેનના કપડાં પહેરતા મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો.

પ્લાસ્ટિક વેસ્ટ બાબતે ઈન્ડોશિયા મોખરે
ઈન્ડોનેશિયાની ઘણી નદી અને દરિયામાં પ્લાસ્ટિકના વેસ્ટનો ખડકલો થઈ ગયો છે. વર્ષ 2015ની એક સ્ટડી પ્રમાણે ઈન્ડોનેશિયા સૌથી વધારે પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દુનિયાનો ચોથો દેશ છે. આ દેશમાં દર વર્ષે 3.2 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પ્રોડ્યુસ થાય છે.

નોકરીની સાથે-સાથે પ્લાસ્ટિક સાફ કરવાનું કામ
રુડી કેફેમાં નોકરી પૂરી કર્યા બાદ સાંજે 7 વાગ્યે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવા જાય છે. રુડીએ કહ્યું કે, ઈન્ડોનેશિયા દેશ 17 હજાર આઈલેન્ડનો બનેલો છે. ચીન પછી સૌથી વધારે દરિયામાં પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દુનિયામાં બીજા નંબરનો દેશ છે. પ્લાસ્ટિક એ એવી વસ્તુ છે કે, જેનો આપણે નાશ કરી શકતા નથી પણ તેનો ઉપયોગ ચોક્કસથી ઓછો કરી શકીએ છીએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Indonesian man dresses up as Spider-man to clean up trash


Indonesian man dresses up as Spider-man to clean up trash


Indonesian man dresses up as Spider-man to clean up trash