Home Gujarati 77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન

77ની ઉંમરમાં સતત 17 કલાક કામ અમિતાભ બચ્ચન

136
0
  • અમિતાભે બ્લોગમાં સ્પર્ધકોની પરિસ્થિતિ પણ વર્ણવી હતી
  • 28 સપ્ટેમ્બરે પહેલો એપિસોડ પ્રસારિત થશે
  •  Kaun-Banega-Crorepati-newsnfeed
    Kaun-Banega-Crorepati-newsnfeed
  • અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 12’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 77 વર્ષીય બિગ બીએ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ શોનું નોન સ્ટોપ 17 કલાક શૂટિંગ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં આ અંગે રાત્રે 2.37 વાગે લખ્યું હતું, ‘થોડીવાર પહેલાં જ કામથી પરત ફર્યો છું અને એક દિવસમાં લગભગ 17 કલાક કામ કર્યું હતું. કોવિડ 19થી ગ્રસ્ત શરીર માટે પર્યાપ્ત તથા ફાયદામંદ’
  • બ્લોગમાં અમિતાભે પોતાના શોના સ્પર્ધકો અંગે વાત કરી હતી. તેમના મતે, આર્થિક સંઘર્ષ બાદ પણ સ્પર્ધકોના ચહેરા પર હાસ્ય હોય છે. ફાસ્ટિંગ ફિંગર ફર્સ્ટ જીતનાર સ્પર્ધકોની ફીલિંગ શૅર કરતા તેમણે કહ્યું હતું, ‘તેઓ ભાવુક થઈ જાય છે. હાથ જોડે છે અને હોટ સીટ માટે બેકાબૂ થઈ જાય છે કે અંતે તેમની રાહ પૂરી થઈ.’ 

    અમિતાભના મતે, ‘સ્પર્ધકોને આશા બંધાઈ જાય છે કે હવે તેઓ લોન ચૂકવી દેશે, બીમારીની સારવાર કરાવી શકશે, પોતાનું ઘર બનાવશે અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી લેશે. અનેકે પોતાના જીવનમાં ક્યારેય આટલી મોટી રકમનો ચેક હાથમાં લીધો હતો નથી. કેટલાંક તે અમાઉન્ટના ઝીરો પર અટકી જાય છે. ઘણીવાર તેઓ આ રકમ ગણવાની શરૂઆત કરે છે. સાચો જવાબ આપવાની એટલી ખુશી હોય છે કે તેમને આની આશા પણ હોતી નથી.

  • ‘કેબીસી 12’ 28 સપ્ટેમ્બરથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ શોની પહેલી સિઝન વર્ષ 2000માં આવી હતી. ત્રીજી સિઝનને બાદ કરતાં તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોના મતે, પ્લાનિંગ પ્રમાણે શોના ક્રિએટિવ ડિરેક્ટર નિતેશ તિવારીએ ત્રણ કેમ્પેન પૂરા કર્યા છે. આગામી અઠવાડિયાથી સ્પર્ધકના પ્રોમો ટેલિકાસ્ટ થશે. એક અઠવાડિયા સુધી સ્પર્ધકોના પ્રોમો ચેનલ પર આવશે અને પછી 28 સપ્ટેમ્બરના રોજ શો શરૂ થશે. અમિતાભે અત્યાર સુધી 20 એપિસોડ પૂરા કર્યા છે. 21 સપ્ટેમ્બર બાદ તેઓ કોઈ પણ બ્રેક વગર સતત શૂટિંગ કરશે. તેઓ એક દિવસમાં બે એપિસોડ શૂટ કરતા હોય છે.
  • ઓડિયન્સને આ સિઝનમાં ખાસ નવો ફેરફાર જોવા મળશે. જોકે, આ વખતે ઓડિયન્સ જોવા મળશે નહીં અને તેથી જ ‘ઓડિયન્સ પોલ’ને બદલે નવી લાઈફલાઈન ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ સ્પર્ધકને સાત કરોડ રૂપિયા મળશે.
  • https://newsnfeeds.com/focus-on-electric-vehicles/