Home Gujarati કોરોનાએ ચિંતા વધારી:કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે...

કોરોનાએ ચિંતા વધારી:કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે વાઇરસ, કુલ કેસમાં અમેરિકાને ક્રોસ કરી ભારત વિશ્વમાં નંબર વન બને તેવી શક્યતા

188
0

  • વિશ્વમાં 10.81 લાખથી વધુ લોકોનાં મોત, 2.83 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
  • અમેરિકામાં 79.91 લાખ લોકો સંક્રમિત, 2.19 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.77 કરોડથી વધુ થઈ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 83 લાખથી વધુ થઈ ગઈ છે. મૃત્યુ પામનારાનો આંકડો 10.81 લાખને વટાવી ગયો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી CSIROએ કોરોના વાઇરસને લઈને નવા દાવાઓ કર્યા છે. એજન્સીના રિસર્ચમાં એ વાત પ્રકાશમાં આવી છે કે કોરોના વાઇરસ નોટ, કાચ અને સ્ટીલની સપાટી પર સતત 28 દિવસ સુધી જીવતો રહી શકે છે. અન્ય મુલાયમ સર્ફેસવાળી ચીજો, જેવી કે પ્લાસ્ટિક અને મોબાઈલ ફોન સ્ક્રીન પર પણ એ લાંબા સમય સુધી ટકી શકે છે. આનું અધ્યનન વાયરોલોજી જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.

મેક્સિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની મદદથી ચલાવવામાં આવી રહેલી કોવેક્સ સ્કીમ અંતર્ગત કોરોના વેક્સિનને ખરીદવાની જાહેરાત કરી છે. એના માટે તેણે 159.8 મિલિયન અમેરિકન ડોલર(લગભગ 1166 કરોડ) રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવી છે. મેક્સિકોના વિદેશ મંત્રાલયે એની માહિતી આપી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 3175 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 8 લાખ 17 હજાર 503 થયો છે. અત્યારસુધીમાં 83 હજાર 781નાં મૃત્યુ થયાં છે.