\n\t\t\t\t<\/a><\/p>\nયુક્ટાન<\/strong>: મેક્સિકોના યુક્ટાનના મેરિદા શહેરમાં એક ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કેસેરા પિત્ઝા’ નામના પોપ્યુલર પિત્ઝા મેકરે અજીબ નામ ધરાવતા લોકો માટે ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ રાખ્યો હતો. આ કોન્ટેસ્ટમાં સૌથી અજીબ પ્રકારના નામના વ્યક્તિને ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોન્ટેસ્ટમાં વેસિંગેટરોઝ, નીવિયા અને બાહજિબાદી નામના વ્યક્તિ ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેવામાં ‘સેરો સેરો ટ્રેસ’ નામના વ્યક્તિએ પોતાનું નામ જણાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સ્પેનિસ ભાષામાં તેનો અર્થ ‘ઝીરો ઝીરો થ્રી’ થાય છે. ‘003’ નામનો વ્યક્તિએ તમામ સ્પર્ધકોને પાછળ ધકેલી વિજેતા બન્યો છે. બદલામાં તેને 2 પિત્ઝા ફ્રીમાં મળ્યા.<\/p>\nમેક્સિકન પેરેન્ટ્સ તેમના બાળકોના આ પ્રકારે જ અનોખા નામ રાખતા હોય છે પરંતુ ‘003’ એકદમ હટકે છે. કોન્ટેસ્ટના એક આયોજકના જણાવ્યા અનુસાર, યુવકે પોતાનું નામ જણાવ્યું તો પ્રથમ એવું લાગ્યું કે તેણે જાતે કાયદાકીય રીતે પોતાનું નામ બદલ્યું હશે. પરંતુ તપાસમાં માલુમ પડ્યું કે આ નામ તેના માતાપિતાએ રાખ્યું છે.<\/p>\n<\/p>\n