મેરઠ: <\/strong>ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મુસ્લિમ વ્યક્તિએ દીકરીના નિકાહનું અનોખું ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું છે. મુહમ્મદ સરાફતની પુત્રી અસ્મા ખતૂનના 4 માર્ચના રોજ નિકાહ છે. મુહમ્મદે મેરેજ ઇન્વિટેશન કાર્ડ પર ચાંદ મુબારકની સાથોસાથ ભગવાન ગણપતિ અને રાધા-કૃષ્ણનો ફોટો પણ છપાવડાવ્યો છે.<\/p>\n<\/p>\n આ યુનિક કાર્ડ વિશે તેમણે કહ્યું કે, હાલ દેશમાં ધર્મને લઈને તોફાનો થઈ રહ્યા છે, તેવામાં હિન્દુ-મુસ્લિમની એકતા દર્શાવતું આ ઉત્તમ ઉદાહરણ છે. મારા મિત્રો અને સંબંધીઓએ મારા આ વિચારના વખાણ કર્યા છે. જો કે. મારા ઘણા સંબંધીઓને હિન્દી ભાષા વાંચતા આવડતી નથી એટલે તેમના માટે મેં ઉર્દુ ભાષામાં પણ કાર્ડ છપાવ્યા છે. હિન્દુ-મુસ્લિમ પહેલાં આપણે માનવી છીએ, તે ક્યારેય ન ભૂલવું જોઈએ.<\/p>\n Download Dainik Bhaskar App to read Latest Hindi News Today<\/a><\/p>\n