Home Gujarati થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ...

થાઈલેન્ડમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ:પાર્કમાં જે પર્યટકો કચરો ફેંકશે, મેનેજમેન્ટ તે જ કચરો નોટિસની સાથે તેમના ઘરે કુરિયરમાં મોકલશે

120
0

પાર્કમાં કચરો ફેંકીને જતા રહેતા લોકો માટે થાઈલેન્ડમાં કડક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરુઆત ખાઓ યાઈ નેશનલ પાર્કમાં કરવામાં આવી છે. અહિ આવતા લોકો જો કચરો કરશે તો પાર્કનું મેનેજમેન્ટ તે જ કચરાને ઘરે કુરિયરમાં મોકલશે. આ નિયમ પાર્કમાં કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે.

પાર્કમાં પર્યટકોની એન્ટ્રી પહેલાં તેમના ઘરનું એડ્રેસ લખાવવામાં આવે છે, જેથી તેમનો કચરો ઘરના એડ્રેસ પર મોકલી શકાય. આ પહેલની શરૂઆત પર્યાવરણ મંત્રી વારાવુત સિલ્પ-આર્ચાએ કરી છે. તેઓ ફેસબુક પર આ અભિયાનની પોસ્ટ કરતા રહે છે.પાર્કમાં નાખેલો કચરો પર્યટકોના ઘરે મોકલવામાં આવે છે અને પાર્સલ પર લખેલું હોય છે, તમે આને પાર્કમાં ભૂલી ગયા હતા.

thiland-newsnfeeds
thiland-newsnfeeds

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, આ નેશનલ પાર્કમાં કચરો વધી જ રહ્યો છે. વર્ષ 2016માં નવા વર્ષે અહિ 1.54 લાખ પર્યટકો આવ્યા હતા અને 23 ટન કચરો નાખ્યો છે. આ કચરો પર્યાવરણની વાઈલ્ડ લાઈફ માટે જોખમી છે. અહિ હાથી, રીંછ, સાંપ અને હરણ સહિત ઘણા પ્રાણીનો રહે છે. પર્યટકોના કચરાથી કંટાળીને અમે આ નવો નિયમ બનાવ્યો છે.

અંતિમ સફર :મુંબઈ ડોક પરથી INS વિરાટ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ આવવા માટે રવાના