Home Bollywood ‘રસ્તાની વચ્ચોવચ રેપ થવો જોઇએ’, કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કરી...

‘રસ્તાની વચ્ચોવચ રેપ થવો જોઇએ’, કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કરી દીધી એવી અભદ્ર કોમેન્ટ, પછી…

145
0

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હાલમાં મેહંદી રેજા નામની એક વકીલે દુષ્કર્મની ધમકી આપી છે. ખરેખર, સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપમાં મુંબઇ પોલીસે બ્રાંદ્રા કોર્ટના આદેશ બાદ કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ શનિવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલા પર પ્રતિક્રિયા આપતા કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટ પર એક વકીલે તેને જાહેરમાં દુષ્કર્મની ધમકી આપી દીધી. આ પોસ્ટ દ્વારા કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું હતું, કોણ-કોણ નવરાત્રિનો ઉપવાસ રાખી રહ્યા છે. આજના નવરાત્રિ ઉત્સવમાં ક્લિક કરેલી તસવીર, હું પણ વ્રત કરી રહી છું.

આ વચ્ચે મારી ઉપર વધુ એક FIR થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં પપ્પુ સેનાને મારા સિવાય કઇ દેખાતુ નથી. મને વધારે યાદ ન કરો. હું ત્યાં જલદી આવીશ. કંગનાની આ પોસ્ટ પર વકીલ મેહંદી રેજાએ કોમેન્ટ કરતા લખ્યું હતું. ‘શહેરની વચ્ચે દુષ્કર્મ કરવો જોઇએ’

જ્યારે આ કોમેન્ટ પર બબાલ થઇ તો મેહંદી રેજાએ માફી માંગતા લખ્યું કે, આજે સાંજે મારી ફેસબુક આઇડી હેક થઇ ગઇ અને તેનાથી કેટલીક અપમાન જનક કોમેન્ટ પોસ્ટ કરવામાં આવી. આ કોઇ મહિલા કે કોઇ સમુદાય અંગે મારો વિચાર નથી, હું પણ સદમામાં છું અને તેના માટે માફી માંગુ છું. હું દરેક લોકોને અનુરોધ કરું છું કે કૃપા કરીને મારી માફી સ્વીકાર કરે અને મને માફ કરે. જેની ભાવનાને દુ:ખ પહોંચ્યું છે, મને વાસ્તવામાં તેના માટે દુ:ખ છે. હું માફી માંગુ છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેહંદી રેજા ઓડિશાના ઝારસુગુડા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં વકીલ તરીકે કામ કરે છે. તેને ભુવનેશ્વર સ્થિત આર્યા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ સાયન્સનો અભ્યાસ કર્યો છે. જોકે, આ આખી ઘટનાક્રમ બાદ મહેંદીએ તેની ફેસબુક આઇડી ડિલીટ કરી દીધું છે.