Home Gadgets કેબલ વિના માત્ર 19 મિનિટમાં ચાર્જ થશે સ્માર્ટફોન, શાઓમીએ રજૂ કરી નવી...

કેબલ વિના માત્ર 19 મિનિટમાં ચાર્જ થશે સ્માર્ટફોન, શાઓમીએ રજૂ કરી નવી ટેકનોલોજી

158
0

શાઓમીએ પોતાની લેટેસ્ટ અને એડવાન્સ્ડ વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી લોન્ચ કરી દીધી છે. 80 વૉટની રેટિંગના કારણે તેને દુનિયાની સૌથી ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી કહેવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ ટેકનોલોજીની મદદથી 4000mAhની બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 19 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. ત્યારે આ કેપેસિટીની બેટરીને ટેકનોલોજી 8 મિનિટમાં જ 50 ટકા સુધી ચાર્જ કરી દે છે.

પહેલા આવી હતી 50 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી
આ પહેલા શાઓમીએ સૌથી ઝડપી વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીને લોન્ચ કરી હતી. તે 50 વૉટની હતી. આ ટેકોનોલોજીને કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં જ લોન્ચ થયેલા Mi 10 Ultra સ્માર્ટફોનમાં ઓફર કરી રહી છે. જ્યારે માર્ચ 2020માં કંપનીએ પોતાની 40 વૉટની ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી.

Mi MIX 2Sમાં કરાઈ રજૂ
વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીના મામલામાં શાઓમીએ ખૂબ પ્રગતિ કરી છે. કંપનીએ સૌથી પહેલા Mi MIX 2S સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી રજૂ કરી હતી. આ ફોન 7.5 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતો હતો. આ બાદ કંપનીએ Mi MIX3 રજૂ કર્યો જે 10 વૉટના ચાર્જિંગ સાથે આવે છે. જ્યારે પાછલા વર્ષે કંપનીએ Mi 9 સ્માર્ટફોન લોન્ચ કર્યું હતું. આ ફોનમાં 20 વૉટની ફાસ્ટ ચાર્જિંગ મળતી હતી.

આગામી વર્ષે 100 વૉટની ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી
કેટલાક દિવસો પહેલા ખબર આવી હતી કે શાઓમી હાલમાં 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ ટેકનોલોજીને આગામી વર્ષે લોન્ચ કરાય તેવી ઉમ્મીદ છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આ ટેકનોલોજીને પોતાના અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ઓફર કરી શકે છે.