Home blog ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે...

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે

123
0

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે, જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.

વાલીઓએ ‘મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું’નું સંમતિ પત્રક આપવું પડશે
સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ભૂપેન્દ્રસિંહે ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને સ્કૂલે મોકલું છું.

સરકારે હાથ ખંખેર્યા, વાલીઓને માથે જવાબદારી નાખી
રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.

આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.

આગળના સત્રની ભરપાઈ બીજા સત્રમાં કરાશે
બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે

1. ફેસ માસ્ક પહેરવું પડશે.

2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

3. ગમે ત્યાં થૂકી નહીં શકે.

4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.

5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.

9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

11. એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

13. કન્ટેન્મેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.

14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેન્મેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.

15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈન્સના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.

16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

20. સફાઈ કામદારોને કામ પર રાખતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.

21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

શાળા માટે શું ગાઇડલાઇન્સ રહેશે

  • વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.
  • ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે
  • ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે
  • શાળા ખોલવામાં આવેે એ અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાનાં રહેશે.
  • જે શાળા ક્વોરન્ટીન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી એને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે.
  • 50 ટકા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે.
  • વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રિક અટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ અટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.
  • એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here