Home Gujarati સુશાંતના ઘરના સામાનમાં ગાંજો છુપાવીને રિયાના ઘરે મોકલવામાં આવ્યો હતો; NCBની રડારમાં...

સુશાંતના ઘરના સામાનમાં ગાંજો છુપાવીને રિયાના ઘરે મોકલવામાં આવ્યો હતો; NCBની રડારમાં બોલિવૂડના 15 સેલેબ્સ, તપાસમાં ખુલાસો

188
0

રિયા ચક્રવર્તીની જામીન અરજી સતત બીજીવાર નામંજૂર કરવામાં આવી છે. રિયા ચક્રવર્તી હવે ત્રણ દિવસ મુંબઈની ભાયખલા જેલમાં રહેશે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું હતું. આ દરમિયાન ડ્રગ્સ કેસમાં કેટલીક નવી વાતો સામે આવી છે. કહેવાય છે કે લૉકડાઉનમાં સુશાંત રિયાના ઘરે થોડો સમય પસાર કરવા માગતો હતો. આથી જ સુશાંતના ઘરેથી રિયાના ઘરે એક કુરિયર મોકલવામાં આવ્યું હતું.

શું હતું કુરિયરમાં?
ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે, સુશાંતના ઘરેથી દીપેશ સાવંતે એક કુરિયર કર્યું હતું. દીપેશે કુરિયર બોયને આ કુરિયર આપ્યું હતું. રિયાના ઘર પર આ કુરિયર શોવિકે લીધું હતું. તે કુરિયરમાં અડધો કિલો બડ્સ (ગાંજો) હતું. ગાંજાવાળું કુરિયર પકડાઈ ના જાય તે માટે કુરિયરના પેકેટમાં ઘરનો પણ થોડો સામાન પેક કરવામાં આવ્યો હતો. આ કુરિયર એપ્રિલ મહિનામાં મોકલવામાં આવ્યું હતું.

લૉકડાઉનમાં ચેકિંગ દરમિયાન આ ગાંજાનું પેકેટ પકડાઈ ના જાય તે માટે કુરિયરથી ગાંજાનું પેકેટ મંગાવવામાં આવ્યું હતું. કુરિયર બોયે દીપેશ સાવંત તથા શોવિકને ઓળખી કાઢ્યા છે. કુરિયર બોયની ફોન ડિટેલ્સમાં પણ શોવિક તથા દીપેશ સાવંતનો નંબર મળી આવ્યો હતો. સૂત્રોના મતે, સુશાંત લૉકડાઉનમાં રિયાના ઘરે જવાનો હતો અને આથી જ ગાંજાથી ભરેલું એક પેકેટ કુરિયરથી મોકલવામાં આવ્યું હતું. હવે, NCB આ અંગેની માહિતી શોધી રહી છે. શું આ ગાંજાના પેકેટ બાદ સુશાંત, રિયાના ઘરે ગયો હતો?

રિયાએ બોલિવૂડ સ્ટાર્સના નામ આપ્યા હોવાની ચર્ચા
ચર્ચા છે કે બોલિવૂડના 15 સેલિબ્રિટી NCBની રડાર પર છે. આ તમામ નામો રિયાએ NCBની પૂછપરછમાં કહ્યાં હતાં. આ સેલિબ્રિટી પર ડ્રગ લેવાનો તથા પ્રિક્યોર કરવાનો આક્ષેપ છે. આ તમામ સેલેબ્સ બોલિવૂડના B ગ્રેડ સેલેબ્સ છે.

ED ડ્રગ્સ કેસમાં પૈસાની લેવડ-દેવડની તપાસ કરી શકે છે
સુશાંત કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી ED નવો કેસ ફાઇલ કરી શકે છે. EDના એક ઓફિસરનું કહેવું છે કે ‘નવો કેસ ફાઇલ કરવા માટે કાનૂની સલાહ લઈ રહ્યા છીએ. અગાઉ અમે સુશાંતના પિતા કેકે સિંહની ફરિયાદ પર કેસ ફાઇલ કર્યો હતો, જે સુશાંતના બેન્ક ખાતામાંથી પૈસા કાઢવા સાથે જોડાયેલો હતો. જ્યારે નવો કેસ NCBની તપાસના આધારે હશે, કારણ કે ડ્રગ્સ કેસમાં ઘણા અરેસ્ટ થયા છે. ED ડ્રગ્સની સ્મગલિંગ અને ખરીદીથી કમાયેલા પૈસાના એન્ગલને પણ જોશે.’

શેરબજાર