Home Bollywood બોમ્બે હાઈકોર્ટે કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો, BMCને બરાબરની ઘઘલાવતા કહ્યું કે…

બોમ્બે હાઈકોર્ટે કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો, BMCને બરાબરની ઘઘલાવતા કહ્યું કે…

181
0

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કંગના રનૌતની મુંબઈ ખાતેની ઓફિસ તોડવાને લઈને બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરૂદ્ધ આકરી ટિપ્પણી કરી છે અને બીએમસી વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, બીએમસીએ બદનીયતથી અભિનેતી કંગના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. સાથે જ કોર્ટે બીએમસીએ ઓફિસ તોડવા બદલ કંગનાને વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો છે. કંગનાએ બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો.

બીએમસીએ બદલાની કાર્યવાહી કરતા કંગના રનૌતની પાલી હિલ સ્થિતિ ઓફિસ તોડી પાડી હતી. આ મામલે હાઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય અનુસાર કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, કંગના દ્વારા તોડફોડમાં થયેલા નુકશાનના નિવેદનનું તેઓ સમર્થન કરતા નથી.

સપ્ટેમ્બર મહિનામાં BMCએ અચાનક જ બુલડોઝર દ્બારા બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડી પાડી હતી. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યાં હતાં. બાદમાં અભિનેત્રીએ બોમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે આજે સુનાવણી હાથ ધરતા બોમ્બે હાઈ કોર્ટે BMCને ફટકાર લગાવવી હતી.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી કંગનાએ આપેલા વાંધાજનક નિવેદનો અને પોસ્ટ્સની વાત છે તો અભિનેત્રીએ વિચારીને બોલવું જોઈએ. જ્યારે વિષય ઓફિસને તોડવો તે છે ના તો ટ્વિટમાં કહેવામાં આવેલી સંપૂર્ણ બાબતો. ત્યાં ઘણું કામ અટકી ગયું છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે, તેઓ કંગના દ્વારા આપેલા નિવેદનો જો કે બેજવાબદાર છે, તેનો સારો રસ્તો એ છે કે આવા નિવેદનોની અવગણના કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, આ કાર્યવાહી નાગરિકોના અધિકાર વિરુદ્ધ હતી.

BMCનો બરાબરનો ઉધડો લીધો

કોર્ટે સંજ્ઞાન લીધું હતું કે, આ તમામ બાબતો કંગનાને ધમકાવવા માટે કરવામાં આવી હતી અને BMCનો હેતુ યોગ્ય નહોતો. BMC દ્વારા  આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ ખરેખરમાં તો કંગનાને ધમકાવવા માટે જ હતી.  કોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કંગનાને નુકશાનનું વળતર આપવા ચૂકવવા માટે ઓફિસમાં થયેલી તોડફોડનું મૂલ્યાંકન થવું જોઈએ અને આ મૂલ્યાંકન અંગેની જાણકારી અભિનેત્રી કંગના અને BMC બંનેને હોવી જોઈએ.