Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
top5place – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 07 Oct 2020 12:53:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ https://newsnfeeds.com/these-5-places-in-the-country-are-very-captivating-beautiful-yet-ban-on-going-have-to-seek-special-permission/ Wed, 07 Oct 2020 12:53:49 +0000 https://newsnfeeds.com/?p=156881 તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન […]

The post દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ appeared first on News n Feeds.

]]>
તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન પરમિટ લેવી પડતી હોય છે.

નવી દિલ્હી: તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન પરમિટ લેવી પડતી હોય છે.(ઈનર લાઈન પરિમિટ ભારતનો અધિકૃત મુસાફરી માટેનો દસ્તાવેજ છે. આ પરમિટ નિર્ધારિત સમય મર્યાદા અને કેટલાક લોકો માટે જ માન્ય હોય છે. આ પરમિટ ભારતમાં હાલ ફક્ત ત્રણ રાજ્યો મિઝોરમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં જ સંપૂર્ણ રીતે લાગુ છે. કહેવાય છે કે આ જગ્યાઓ બીજા દેશની સરહદો પાસે છે અને આવામાં સુરક્ષા કારણોસર આદેશ વગર પ્રવેશ મળતો નથી. જો કે પરમિશન લઈને આવનારા લોકો એક નિર્ધારિત સમય મર્યાદામાં આ વિસ્તારમાં ઘૂમી શકે છે. ત્યારબાદ પ્રવાસીઓએ તે જગ્યાઓની મુલાકાત લઈ પાછા ફરવું પડે છે. આવો જાણીએ દેશની આવી જ કેટલીક જગ્યાઓ વિશે…

કોહિમા, નાગાલેન્ડ
દેશના ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડની રાજધાની કોહિમા અંગામી નાગા જનજાતિની ભૂમિ છે. અત્રે જણાવવાનું કે તે એશિયાના સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ મશહૂર છે. પહાડની એક ઊંચી ટોચ પર વસેલા કોહિમા પર જવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

લોકતક લેક, મણિપુર
ઉત્તર પૂર્વમાં આવેલા લોકતક લેકમાં અનેક જગ્યાએ ભૂખંડના ટુકડા તરતા જોવા મળે છે. તેમાં પાણી હંમેશા ભરેલું હોય છે. આ ટુકડાને ફુમદી નામથી ઓળખવામાં આવે છે. જે માટી, ઝાડ, છોડ, અને જૈવિક પદાર્થોથી મળીને કઠોર સંરચનામાં બનેલા છે. આ લેકને જોવા માટે પણ ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

ચાંગુ લેક, સિક્કિમ
સિક્કિમનું પ્રમુખ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ચાંગુ લેક. સદીઓથી આ લેકનું આખું પાણી બરફ બની જાય છે. તેની ખુબસુરતી જેને જોવી હોય તેમણે ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

ઝીરો, અરૂણાચલ પ્રદેશ
તમારે અરૂણાચલ પ્રદેશમાં જવા માટે પણ ઈનર લાઈન પરમિટની જરૂર પડશે. આ જ કારણે અહીં પણ પરિમશન લઈને જ કોઈ આવી શકે છે. અહીં અનેક શાનદાર ટુરિસ્ટ અટ્રેક્શન છે. પરંતુ આ બધામાં સૌથી વધુ લોકપ્રિય ઝીરો વેલી છે. આ વેલીને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરાયેલી છે.

આઈઝોલ, મિઝોરમ
મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ અનેક શાનદાર ટુરિસ્ટ પ્લેસ છે. જેને જોવા માટે દુનિયાભરમાંથી અનેક લોકો આવે છે. ત્યાં મ્યુઝિયમ, હિલ સ્ટેશન, સ્થાનિક લોકો અને તેમની કળા સામેલ છે. જો કે મિઝોરમમાં પણ ઈનર લાઈન પરમિટ લાગુ છે.

ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ

The post દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ appeared first on News n Feeds.

]]>
156881