Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
South_actress – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 09 Dec 2020 06:49:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 જાણીતી સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રાએ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધો, મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું https://newsnfeeds.com/famous-south-actress-and-vj-chitra-strangled-in-hotel-room-shot-late-at-night/ Wed, 09 Dec 2020 06:49:18 +0000 https://newsnfeeds.com/?p=157591 2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ઘણું જ કપરું છે. લોકપ્રિય સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રા બુધવાર (9 ડિસેમ્બર)ની વહેલી સવારે હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ સુસાઈડનો કેસ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે 28 વર્ષીય ચિત્રાએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું […]

The post જાણીતી સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રાએ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધો, મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું appeared first on News n Feeds.

]]>

2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ઘણું જ કપરું છે. લોકપ્રિય સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રા બુધવાર (9 ડિસેમ્બર)ની વહેલી સવારે હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ સુસાઈડનો કેસ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે 28 વર્ષીય ચિત્રાએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું. આત્મહત્યા કરતા પહેલાં તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શૅર કરી હતી. એમ માનવામાં આવે છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી.

પોલીસને 3.30 વાગે સૂચના આપવામાં આવી
સૂત્રોના મતે, ચિત્રા EVP ફિલ્મ સિટીમાં શૂટિંગ પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં અઢી વાગે પરત આવી હતી. તે અહીંયા મંગેતર હેમંત સાથે રહેતી હતી. હોટલ મેનેજરે 3.30 વાગે 100 નંબર પર ફોન કરીને ચિત્રાના મોત અંગેની માહિતી આપી હતી. પોલીસ હાલમાં મોતના કારણનું તપાસ કરી રહી છે.

હેમંતે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, તેણે દાવો કર્યો હતો કે ચિત્રા શૂટિંગ પૂર્ણ કરીને હોટલમાં આવી હતી. ચિત્રાએ તેને કહ્યું હતું કે નાહીને રૂમમાં આવે છે. જોકે, તે લાંબા સમય સુધી રૂમમાં ના આવતા હેમંતે હોટલના સ્ટાફને બોલાવ્યા હતા. હોટલના રૂમનો દરવાજો ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ચિત્રાએ સાડીથી ગળેફાંસો ખાધો હતો. ચિત્રાના ચહેરા તથા ગળા પર લોહીના નિશાન મળી આવ્યા છે. પોલીસે ચિત્રાની ડેડબૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

ચિત્રાએ મરતા પહેલાં પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

પરિવાર ચેન્નઈમાં જ રહે છે
ચિત્રાના પરિવારના સભ્યો ચેન્નઈમાં જ રહે છે. પોલીસે પરિવારને પણ સૂચના આપી છે. ચિત્રા ચેન્નઈના કોટ્ટુપુરમમાં રહેતી હતી. ચિત્રાએ ઓગસ્ટમાં જ બિઝનેસમેન હેમંત સાથે સગાઈ કરી હતી. ચિત્રાએ તાજેતરમાં જ તમિળ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હતો.

‘પાંડિયન સ્ટોર્સ’થી ઘેર-ઘેર જાણીતી બની
ચિત્રા ટીવી સિરિયલ ‘પાંડિયન સ્ટોર્સ’ને કારણે લોકપ્રિય થઈ હતી. આ સિરિયલમાં તે મુલઈનો રોલ પ્લે કરતી હતી.

પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી
ચિત્રા પરિવાર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરિવાર તથા ચાહકો હાલ ઘેરા શોકમાં છે. ચાહકો સોશિયલ મીડિયામાં ચિત્રાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

The post જાણીતી સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રાએ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધો, મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું appeared first on News n Feeds.

]]>
157591