Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
salman_khan – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:43:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 સલમાન ખાને પોતાની આગામી ફિલ્મના હક્ક તગડી રકમમાં વેંચી દીધા https://newsnfeeds.com/salman-khan-sold-the-rights-to-his-upcoming-film-for-a-hefty-sum/ Thu, 31 Dec 2020 08:43:31 +0000 https://newsnfeeds.com/?p=157628 અભિનેતાની આ ફિલ્મ પહેલા યશરાજ બેનર હેઠળ રિલીઝ થવાની હતી સલમાન ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ રાધેના શૂટિંગને પુરુ કર્યું છે. હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે,  તેણે તગડી રકમ લઇને આ ફિલ્મના હક્ક ઝી સ્ટુડિયોઝને વેંચી દીધા છે. પહેલા આ ફિલ્મ યશરાજ ફિલ્સના બેનર હેઠળ રિલીઝ થવાની હતી. રિપોર્ટના અનુસાર, સલમાને […]

The post સલમાન ખાને પોતાની આગામી ફિલ્મના હક્ક તગડી રકમમાં વેંચી દીધા appeared first on News n Feeds.

]]>
અભિનેતાની આ ફિલ્મ પહેલા યશરાજ બેનર હેઠળ રિલીઝ થવાની હતી

સલમાન ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ રાધેના શૂટિંગને પુરુ કર્યું છે. હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે,  તેણે તગડી રકમ લઇને આ ફિલ્મના હક્ક ઝી સ્ટુડિયોઝને વેંચી દીધા છે. પહેલા આ ફિલ્મ યશરાજ ફિલ્સના બેનર હેઠળ રિલીઝ થવાની હતી.

રિપોર્ટના અનુસાર, સલમાને ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇના સેટેલાઇટ, થિયેટ્રિકલ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટસ ઝી સ્ટૂડિયોઝને રૂપિયા ૨૩૦ કરોડમાં વેંચી દીધા છે. કોવિડ દરમિયાન આ મોટી ડીલ ગણાઇ રહી છે. આ ડીલ માટે મેકર્સ અને ઝીની લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.

સલમાન અને ઝી વચ્ચે થયેલા કરાર બન્ને માટે ફાયદાકારક પરિણામ લાવશે તેવી આશા સલમાન સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. સલમાનની ફિલ્મો સારો બિઝનેસ કરતી હોય છે. આ ફિલ્મને આવતા વરસની ઇદ પર રિલીઝ કરાની યોજના છે.

મળેલી વાત અનુસાર, રાધે માટે પહેલા યશરાજ સાથે વાતચીત થઇ રહી હતી, પરંતુ અંતિમ નિર્ણય લઇ શકાયો નહોતો. અંતે સલમાને ઝી સાથે ડીલ કરી લીધી. ભૂતકાળમાં પણ સલમાને  ઝી સાથે ડીલ કરી છે.

The post સલમાન ખાને પોતાની આગામી ફિલ્મના હક્ક તગડી રકમમાં વેંચી દીધા appeared first on News n Feeds.

]]>
157628
સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ https://newsnfeeds.com/salman-khan-turned-down-an-offer-of-rs-250-crore-in-one-fell-swoop/ Thu, 26 Nov 2020 06:41:32 +0000 https://newsnfeeds.com/?p=157523 બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને 250 કરોડની ઓફર જ ઠુકરાવી દીધી હતી. કોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ […]

The post સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ appeared first on News n Feeds.

]]>

બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને 250 કરોડની ઓફર જ ઠુકરાવી દીધી હતી.

કોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. બોલિવૂડના તમામ પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે. પણ તેમને સાંત્વના આપનારું કોઈ નથી.

કેમ કે, સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધારે કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. માટે રાધે ફિલ્મની સૌથી વધુ તો આ લોકો રાહ જોઈ રહ્યા છે. રાધે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે તેવી અટકળે ધમાલ મચાવી દીધી હતી. આ માટે સલમાન ખાનને 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ એવી જંગી ઓફર છે જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય.

જોકે સલમાન ખાને એક મિનિટમાં જ આ ઓફર નકારી કાઢી અને તેને ફગાવીને કહી દીધું કે રાધે ફિલ્મ માત્ર સિનેમાઘરમાં જ રિલીઝ કરાશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.

The post સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ appeared first on News n Feeds.

]]>
157523
સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? https://newsnfeeds.com/even-salmans-help-could-not-save-this-actor-he-died-due-to-brain-infection-find-out-which-top-actress-he-became-a-hero-against/ Wed, 04 Nov 2020 10:15:28 +0000 https://newsnfeeds.com/?p=157420 ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં ફરાઝ ખાને અંતિમ શ્વાસ લીધા છે, એક્ટર છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શનથી પીડાઇ રહ્યો હતો, અને આઇસીયુમાં ભરતી હતો. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા […]

The post સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? appeared first on News n Feeds.

]]>
ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી

બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં ફરાઝ ખાને અંતિમ શ્વાસ લીધા છે, એક્ટર છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શનથી પીડાઇ રહ્યો હતો, અને આઇસીયુમાં ભરતી હતો. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ફરાઝ ખાનના હૉસ્પીટલ ખર્ચ માટે સલમાન ખાને મદદ કરી હતી, પરંતુ તે મદદ પણ એક્ટરને બચાવી શકી નહીં. ફરાઝ ખાને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને ઓળખ અભિનેત્રી રાની મુખર્જીની સાથેની ફિલ્મ મેહંદીથી મળી હતી.

ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી, ફરાઝ ખાનના નિધનની ખબર શેર કરતા પૂજા ભટ્ટે લખ્યું- બહુ જ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યો ગયો છે, કદાચ એક સારી જગ્યા. તેને જ્યારે જરૂર હતી તમારા બધાની મદદ અને શુભેચ્છાઓ માટે આભાર. પોતાની દુવાઓમા તેના પરિવારને રાખો. જે જગ્યા તે પોતાની પાછળ છોડીને ગયા તેની ભરપાઇ કરવી અસંભવ છે.

બીજા ટ્વીટમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાનની તસવીર શેર કરતા લખ્યું- ફરાઝ ખાન, મે 1970 નવેમ્બર 2020. તમારો સંગીન સમય અને સ્થાનની સાથે હંમેશા યાત્રા કરતા રહો.

થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી.

કાશ્મીરા શાહે થોડાક દિવસો પહેલા સલમાન ખાનની એક તસવીર પૉસ્ટ કરતા લખ્યું હતુ- તમે સાચે મહાન માણસ છો, ફરાઝ ખાન અને તેના મેડિકલ બિલ્સનુ ધ્યાન રાખવા માટે આભાર. ફરેબ એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ કન્ડિશનમાં હતો, અને સલમાન તેની સાથે ઉભો રહ્યો, અને તેની મદદ કરી, જેમ કે તે કેટલાય મોટા લોકોની કરે છે. હું તમારી સાચી ફેન છુ, અને હંમેશા રહીશ. જો લોકોને આ પૉસ્ટ ના પસંદ આવે તો મને ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાની ચોઇસ છે. મારુ માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકોને મળી છું તેમાંથી તે સાચો વ્યક્તિ છે.

The post સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? appeared first on News n Feeds.

]]>
157420