Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
punjab police – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 31 Oct 2020 09:24:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 પંજાબ પોલીસે 9મા દિવસે ચાર્જશીટ દાખલ કરી:પૌત્રએ 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, પછી જમીન પર પછાડીને મારી નાખી https://newsnfeeds.com/punjab-police-files-chargesheet-on-9th-day-grandson-raped-6-year-old-girl-then-knocked-to-death/ Sat, 31 Oct 2020 09:24:34 +0000 https://newsnfeeds.com/?p=157388 ટાંડામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ તથા હત્યાના કેસમાં 70 પાનાંની ચાર્જશીટ રજૂ, પોલીસે લખ્યું- બિસ્કિટ અપાવવાના બહાને બાળકીને હવેલી પર લઈ ગયો હતો આરોપી (પરમિંદર બરિયાણા) અહીંના ટાંડા ખાતે આવેલા એક ગામમાં 21 ઓક્ટોબરે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કર્યા પછી લાશને સળગાવી દેવાઈ હતી. કેસની તપાસ 8 દિવસમાં પૂરી કરી એડિશનલ […]

The post પંજાબ પોલીસે 9મા દિવસે ચાર્જશીટ દાખલ કરી:પૌત્રએ 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, પછી જમીન પર પછાડીને મારી નાખી appeared first on News n Feeds.

]]>
  • ટાંડામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ તથા હત્યાના કેસમાં 70 પાનાંની ચાર્જશીટ રજૂ, પોલીસે લખ્યું- બિસ્કિટ અપાવવાના બહાને બાળકીને હવેલી પર લઈ ગયો હતો આરોપી
  • (પરમિંદર બરિયાણા) અહીંના ટાંડા ખાતે આવેલા એક ગામમાં 21 ઓક્ટોબરે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કર્યા પછી લાશને સળગાવી દેવાઈ હતી. કેસની તપાસ 8 દિવસમાં પૂરી કરી એડિશનલ સેશન જજ નીલમ અરોડાની કોર્ટમાં ટાંડાના ડીએસપી દલજિત સિંહ ખખ અને ડીએસપી માધવી શર્માએ શુક્રવારે રિપોર્ટ રજૂ કર્યો. જ્યારે આ કેસ બિહારની ચૂંટણીમાં ઊઠ્યો તો મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ડીજીપી દિનકર ગુપ્તાએ દાવો કર્યો હતો કે 4 દિવસમાં જ તપાસનું પરિણામ લાવી દેવાશે. જોકે ફોરેન્સિક રિપોર્ટમાં મોડું થવાને કારણે ચાર્જશીટ રજૂ કરવામાં 8 દિવસનો સમય લાગી ગયો.

    આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સુરપ્રીતને ગણાવ્યો છે, જ્યારે તેના દાદા સુરજિત સિંહ પર પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. સુરપ્રીતે 35 મિનિટમાં આખીય ઘટનાને અંજામ આપ્યો. પોલીસની ચાર્જશીટના પ્રમાણે, 21 ઓક્ટોબરે મૂળ બિહારના રહેવાસી પરિવારની 6 વર્ષની બાળકી જ્યારે તેના ઘરે રમી રહી હતી ત્યારે સુરપ્રીત તેને બિસ્કિટ અપાવવાની લાલચ આપીને તેની હવેલી પર લઈ ગયો. ત્યાં બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને પછી તેને પછાડી પછાડીને મારી નાખી. ત્યાર પછી લાશને ચારાના વાસણમાં રાખીને પ્લાસ્ટિકની બોરી અને ઘાસથી ઢાંકી દીધી.

    પછી જ્યારે આરોપીના દાદા (સુરજિત)ને ઘટનાની ખબર પડી તો તેણે હવેલીમાં આવીને બાળકીની લાશને આગ લગાવી દીધી અને સાંજે તેના ઘરે જઈને કહી દીધું કે બાળકીએ જાતે આગ લગાવી દીધી છે, જેના કારણે તેનું મોત થયું છે.

    દાદા પર પુરાવાનો નાશ કરવાની કલમ લગાવાઈ
    આરોપી સુરપ્રીતના દાદા સુરજિત પર પુરાવાનો નાશ કરવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. બાકી આરોપ સુરપ્રીત પર જ છે. શુક્રવારે CRPCની કલમ-173ના હેઠળ આ કેસમાં દાખલ FIR નંબર-265 તારીખ 21 ઓક્ટોબરે જે રિપોર્ટ રજૂ કર્યો એમાં હત્યાની કલમ -302, 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મની કલમ -376એબી, નાનાં બાળકોને કિડનેપ કરવાની કલમ 366A, પુરાવાનો નાશ કરવાની કલમ-201 અને કાવતરું કરવાની કલમ-34, સેક્શન-4 અને 6 અને SC/ST એક્ટના સેક્શન 3(2)(5)ના હેઠળ આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

    આરોપી દાદાને 7 વર્ષની સજા થઈ શકે છે, સાથે જ આ પહેલાં જે FIR નોંધવામાં આવી છે એમાં અમુક કલમ લગાવાઈ હતી, જેને હટાવી દેવાઈ છે.

    CCTV મહત્ત્વનો પુરાવો, 35 મિનિટની આખી ઘટના
    70 પાનાંની ચાર્જશીટમાં પોલીસે CCTVને જ મહત્ત્વનો પુરાવો બનાવ્યો છે અને કેસમાં લગભગ 30 સાક્ષી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે આરોપી સુરપ્રીત બાળકીને તેના ઘરેથી પોતાની હવેલી લઈ જઈ રહ્યો હતો, તો રસ્તામાં એક ચોક પર લાગેલા CCTV કેમેરાની રેન્જ હવેલી સુધી હતી. CCTVમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સુરપ્રીત જ બાળકીને લઈને હવેલીમાં દાખલ થયો અને પછી તે જ્યારે ત્યાંથી નીકળ્યો તો પોતાના કપડાં ખંખેરી રહ્યો હતો. આરોપી 21 ઓક્ટોબરની બપોરે 2.54 મિનિટ પર એ ચોકમાં દેખાય છે અને 35 મિનિટ પછી તે એકલો હવેલીમાંથી બહાર નીકળે છે. પછી તેના દાદા પણ હવેલીમાં જાય છે અને બહાર આવતા જોવા મળે છે.

    મામલાને ફાંસી સુધી લઈ જશું
    તપાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર ટાંડાના ડીએસપી દલજિત સિંહ ખખે કહ્યું હતું કે આરોપીને ફાંસી અપાવીને જ અમે જપીશું, કારણ કે આ ઘટના એનાથી ઓછી નથી. તો આ તરફ એસએસપી નવજોત સિંહ માહલે કહ્યું હતું કે મુખ્યમંત્રી અને ડીજીપીના આદેશ હતા કે આ કેસમાં રેકોર્ડ સમયમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. અમારી ટીમે દિવસ-રાત તપાસ કરીને 9 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે.

    11 નવેમ્બરે પહેલી સુનાવણી
    પીડિત પક્ષના વકીલ નવીન જૈરથે જણાવ્યું હતું કે કોર્ટે 11 નવેમ્બરે પહેલી સુનાવણી નક્કી કરી છે. બન્ને આરોપી ગુરદાસપુરની જેલમાં બંધ છે. સુનાવણીમાં વિડિયો-કોન્ફરન્સ દ્વારા રજૂ થશે. જૈરથ આ કેસ માટે કોઈ ફી ન લેવાની જાહેરાત પહેલાં જ કરી ચૂક્યા છે.

     

    The post પંજાબ પોલીસે 9મા દિવસે ચાર્જશીટ દાખલ કરી:પૌત્રએ 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, પછી જમીન પર પછાડીને મારી નાખી appeared first on News n Feeds.

    ]]>
    157388