Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
morbi – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 19 Oct 2020 07:23:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મોરબીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ, ખેડૂતોને રાતા પાણીએ રડાવશે લીલો દુકાળ https://newsnfeeds.com/more-than-an-inch-and-a-half-of-rain-in-morbi-farmers-will-cry-red-water-green-drought/ Mon, 19 Oct 2020 07:23:57 +0000 https://newsnfeeds.com/?p=157206 મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. જેના […]

The post મોરબીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ, ખેડૂતોને રાતા પાણીએ રડાવશે લીલો દુકાળ appeared first on News n Feeds.

]]>
મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે.

મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. જેના કારણે આજની તારીખે મોટાભાગના ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયું છે. આ વર્ષે ખરીફ પાકમાં પહેલા ભારે વરસાદ અને હવે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવું પડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને સતત નુકશાનીના લીધે ખેડૂત અને તેના ખેતર ની પરિસ્થિતિ હાલમાં દાયનીય બની ગયેલ છે.

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે એટલે ખેડૂતોના ચહેરા મલકાતા હોય છે પરંતુ કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતોને નુકશાન થાય છે. કેમ કે, ખેતરોમાં તૈયાર થયેલા પાક ઉપર આકાશમાથી કમોસમી વરસાદના રૂપમાં આફત વરસે છે. જેના લીધે ખેડૂતોના પાકને મોટું નુકશાન થતું હોય છે. જો વાત કરીએ ચાલુ વર્ષની તો અગાઉ ચોમાસામાં ભારે વરસાદ પડયો હતો અને તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા હતા. જેથી ખેતીના જુદાજુદા પાકોને નુકશાન થયું હતું અને તેવામાં ગઈકાલે મોરબી તાલુકાની અંદર વધુ દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે.

ગત રાતમાં પણ ધીમીધારે એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હોવાનું ખેડૂતો હાલમાં કહી રહ્યા છે. જેથી કરીને વધુ વરસાદ પડયો હોવાથી ખેડૂતોના ખેતરની અંદર જે પાક ઉભા હતા તેમાં મોટું નુકશાન થયું છે. મોરબી તાલુકાના જેપુર ગામના ખેડૂતોના ખેતર ની અંદર તલ, કપાસ, મગફળી સહિતના પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે.

હાલમાં મગફળીના પાકને ઉપડવાનો હતો. ત્યારે જ કમોસમી વરસાદ થયો હોવાથી ખેતરોમાં કાળી માટી હોવાથી મજૂરો કામ કરી શકે તેમ નથી અને જો હવે મગફળી વધુ સમય સુધી જમીનમાથી ઉપડવામાં નહીં આવે તો મગફળી જમીનમાં જ ઊગી નીકળે તેવું શ્ક્યતા છે. તેવી જ રીતે કપાસનો પાક લેવામાં આવે તે પહેલા જ કમોસમી વરસાદ થવાથી હાલમાં કપાસ પાણીમાં પલળી ગયો છે. જેથી ખેડૂતોને કપાસ કે મગફળીના પૂરા ભાવ મળશે નહીં અને કદાચ કરેલા રોકાણ જેટલું પણ વળતર આ ખરીફ સીજનમાં મળશે નહીં તે હકિકત છે.

The post મોરબીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ, ખેડૂતોને રાતા પાણીએ રડાવશે લીલો દુકાળ appeared first on News n Feeds.

]]>
157206