Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
modi – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 09 Nov 2020 07:29:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા https://newsnfeeds.com/joe-bidens-victory-will-further-strengthen-ties-between-the-two-countries-businessmen-hope/ Mon, 09 Nov 2020 07:29:17 +0000 https://newsnfeeds.com/?p=157450 જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે. જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા […]

The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.

]]>
જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે.

જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે.

ઈન્ડસ્ટ્રી બોડી CII ના પ્રેસિડેન્ટ ઉદય કોટકે જો બાઈડેન અને કમલા હેરિસને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણની સાથે આપણી અર્થવ્યવસ્થાઓની હેલ્થ એક  બીજા સાથે જોડાયેલી છે અને આપણે દ્વિપક્ષીય આર્થિક એજન્ડામાં નવા પ્રાણ ફૂંકવા માટે કામ કરવાની જરૂર છે. જેનાથી આર્થિક વિકાસ, નોકરીઓ, નાના વેપારીઓને મજબૂતી મળી શકે અને  બંને દેશો વચ્ચે રોકાણ સંબંધી સહયોગ વધુ મજબૂત થાય.

Mahindra ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે ‘લીડરશીપનો અર્થ છે પોલીસી અને પર્સનાલિટી, તથા લીડર્સ શું કરે છે તેના કરતા શું કહે છે તેનાથી પણ પરખાશે. લીડર્સે છેલ્લે તો બધાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, માત્ર એનું જ નહીં જેમણે તેમને મત આપ્યા છે અને લીડર્સમાં શાલીનતા અને મૂલ્ય ક્યારેય ખતમ થવા જોઈએ નહીં.’

ઈન્ડસ્ટ્રી બોડી Assochamના સેક્રેટરી જનરલ દીપક સૂદનું કહેવું છે કે બાઈડેન-હેરિસની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. એડવાન્સ સાયન્ટિફિક રીસર્ચ અને ડેવલપમેન્ટ, રણનીતિ ક્ષેત્રોમાં બિઝનેસ ટુ બિઝનેસમાં સંબંધો વધુ મજબૂત તશે. દીપક સૂદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને જો બાઈડેન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પરસ્પર સહયોગ વધારશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનને બનાવવા માટે અને વહેંચવા માટે મોટા પાયે ગ્લોબલ સહયોગની જરૂર પડશે, ભારત અને અમેરિકા આ સહયોગનું નેતૃત્વ કરશે.

CII ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું કે, ‘CII પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પ્રશાસન પાસેથી ફરી એકવાર સહયોગની આશા રાખે છે. કોરોના મહાસંકટ અગાઉ બંને દેશો વચ્ચે 2019માં ગુડ્સ એન્ડ સર્વિસિઝને લઈને કારોબાર 150 બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો હતો. CIIને આશા છે કે આવનારા સમયમાં તે હજુ વધશે.’

અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ કહ્યું કે બાઈડેને બરાક ઓબામા પ્રશાસનમાં અમેરિકા-ભારતના રણનીતિક સંબંધોને આગળ વધારવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. અમે બાઈડેન-કમલા હેરિસના નેતૃત્વમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છીએ. અમે આશા રાખીએ છીએ કે તેમના નેતૃત્વમાં અમેરિકા-ભારત આર્થિક ભાગીદારી પોતાની પૂરી ક્ષમતા મેળવી શકશે અને તેનાથી બંને દેશોના લોકો માટે તકો પેદા થશે.

The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.

]]>
157450
100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો https://newsnfeeds.com/after-the-100-rupee-coin-now-pm-modi-has-issued-a-75-rupee-coin/ Fri, 16 Oct 2020 08:10:17 +0000 https://newsnfeeds.com/?p=157164 પીએમ નરેન્દ્ર મોદીએ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. આ સાથે જ હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત […]

The post 100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો appeared first on News n Feeds.

]]>
પીએમ નરેન્દ્ર મોદીએ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. આ સાથે જ હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું.

પીએમ મોદીએ કહ્યું કે ભારતના ખેડૂતો, આપણા કૃષિ વૈજ્ઞાનિકો, આંગણવાડી અને આશાવર્કર, કુપોષણ વિરુદ્ધ મજબૂત આંદોલનનો મજબૂત કિલ્લો છે. તેમણે પોતાના પરિશ્રમથી જ્યાં દેશનો અન્ન ભંડાર ભર્યો છે ત્યાં દૂર દૂરના ગરીબ સુધી પહોંચવામાં સરકારને મદદ કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે એફએઓએ ગત દાયકાઓમાં કુપોષણ વિરુદ્ધ ભારતની લડતને ખુબ નજીકથી જોઈ છે. દેશમાં અલગ અલગ સ્તર પર કેટલાક વિભાગો દ્વારા પ્રયત્નો થયા હતાં પરંતુ તેમનો દાયરો કાં તો સિમિત હતો અથવા તો ટુકડાંમાં વિખરાયેલો હતો. જ્યારે 2014માં મને દેશની સેવા કરવાની તક મળી ત્યારે અમે દેશમાં નવેસરથી પ્રયત્નો શરૂ કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે અમે ઈન્ટીગ્રેટેડ અપ્રોચ લઈને આગળ વધ્યા, હોલિસ્ટિક અપ્રોચ લઈને આગળ વધ્યા. કુપોષણને નાથવા માટે એક વધુ મહત્વપૂર્ણ દિશામાં કામ થઈ રહ્યું છે. હવે દેશમાં એવા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં પૌષ્ટિક પદાર્થો જેમ કે પ્રોટીન, આયર્ન, ઝિંક વગેરે વધુ હોય છે.

તેમણે કહ્યું કે ખેડૂતોને ખર્ચાના દોઢ ગણા ભાવ MSP તરીકે મળ્યા, આ માટે અનેક પગલાં લેવાયા છે. MSP અને સરકારી ખરીદ, દેશની ફૂડ સિક્યુરિટીનો મહત્વનો ભાગ છે. આ માટે તેનું ચાલું રહેવું સ્વાભાવિક છે. જ્યારે ભારતના ખેડૂતો શક્તિશાળી બનશે, તેમની આવક વધશે તો કુપોષણ સામેના અભિયાનને પણ એટલું જ બળ મળશે.

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દી અવસરે 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો. સરકાર તરફથી રાજમાતા સિંધિયાના સન્માનમાં આ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે ગત શતાબ્દીમાં ભારતને દિશા આપનારા કેટલાક વ્યક્તિત્વોમાં રાજમાતા સિંધિયા પણ સામેલ હતા.

The post 100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો appeared first on News n Feeds.

]]>
157164
‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પાછળ જાણો કેટલો ખર્ચો થયો? RTIમાં થયેલા સૌથી મોટા ઘટસ્ફોટથી આંખો પહોળી થશે https://newsnfeeds.com/find-out-how-much-the-hello-trump-program-cost-the-biggest-revelation-in-rti-will-widen-the-eyes/ Tue, 13 Oct 2020 06:33:00 +0000 https://newsnfeeds.com/?p=157003 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે અધધ ખર્ચો કર્યો હોવાનો ખુલાસો થયો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પાણીની એક બોટલ રૂપિયા 26 અને સ્વચ્છતા પાછળ પણ કરોડોનો ખર્ચો કર્યો હોવાનો RTIમાં ખુલાસો થતા હડકંપ મચી જવા પામ્યો છે. આરટીઆઈકર્તાએ મોટું કૌભાંડ થયાનો આક્ષેપ લગાવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીના અમેરિકી રાષ્ટ્રપતિ […]

The post ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પાછળ જાણો કેટલો ખર્ચો થયો? RTIમાં થયેલા સૌથી મોટા ઘટસ્ફોટથી આંખો પહોળી થશે appeared first on News n Feeds.

]]>

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે અધધ ખર્ચો કર્યો હોવાનો ખુલાસો થયો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પાણીની એક બોટલ રૂપિયા 26 અને સ્વચ્છતા પાછળ પણ કરોડોનો ખર્ચો કર્યો હોવાનો RTIમાં ખુલાસો થતા હડકંપ મચી જવા પામ્યો છે. આરટીઆઈકર્તાએ મોટું કૌભાંડ થયાનો આક્ષેપ લગાવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ્ર ટ્રમ્પના બે દિવસના આ ભારત પ્રવાસમાં એક દિવસ ગુજરાત અને બીજા દિવસ દિલ્હી ગયા હતા. આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર અને અમ્યુકોએ લોકોના ટેક્ષના પૈસે તાગડધિન્ના કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં અરજદારોએ કરેલી RTIનો જવાબ કોર્પોરેશનના અલગ અલગ વિભાગે આપ્યો હતો.

  • સ્ટેડિયમ સફાઈ નો ખર્ચ 96,53,888 /-
  • પીવાના પાણી નો ખર્ચ 26,25,100 /-
  • કેમેરા લાઈટ નું બિલ 9,55,072 /-
  • કુલ 1,32,34,060 /-

લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું અરજદારે કહ્યું હતું. એક વિદેશના નેતાની અમુક કલાકની મુલાકાતમાં પાણી માટે પાણીની જેમ પૈસો ઉડાવવામાં આવ્યો હતો. પાણીના એક બોટલ એક લાખ લોકો સામે 26 રૂપિયામાં પડી હતી. તો સાફ સફાઈ કરવા માટે 3032 હંગામી કર્મચારીઓ માટે સાત દિવસના 96 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. અરજદારે માંગેલી માહિતી મુજબ ત્રણ માહિતીઓ આપવામાં આવી હતી. જેનો કુલ રકમનો આંકડો પણ કરોડો સુધી પહોંચ્યો છે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમના ખર્ચ અંગે જણાવ્યું હતું કે, અમ્યુકો પ્રજાના પૈસા ઉડાવી રહ્યા છે.

એક જ કાર્યક્રમમાં આટલો બધો ખર્ચો થવાથી કોર્પોરેશનની તિજોરી પર ભાર પડે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ થાય છે. વિપક્ષ નેતાએ આને એક સુનિયોજીત ભ્રષ્ટાચાર ગણાવ્યું હતું. લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને મેયર દ્વારા કરવામાં આવેલ ફાલતુ ખર્ચ ગણાવ્યો હતો.

The post ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પાછળ જાણો કેટલો ખર્ચો થયો? RTIમાં થયેલા સૌથી મોટા ઘટસ્ફોટથી આંખો પહોળી થશે appeared first on News n Feeds.

]]>
157003
કળા:PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે માતૃપ્રેમ દર્શાવતું 80 હજાર લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટ વર્ક પ્રદર્શનમાં મુકાયું https://newsnfeeds.com/art-on-pm-narendra-modis-birthday-an-artwork-made-of-80000-pieces-of-wood-showing-motherly-love-was-put-on-display/ Thu, 17 Sep 2020 08:55:08 +0000 https://newsnfeeds.com/?p=156433 નરેન્દ્ર મોદી અને તેમના માતાનું વૂન ઈન લે આર્ટનું સૌથી મોટું આર્ટ તૈયાર કરીને સુરતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મૈસૂરમાં 24 કલાકારોએ એક વર્ષની મહેનતના અંતે વૂડિન લે આર્ટ બનાવ્યું 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી લાકડાની પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વેસુ […]

The post કળા:PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે માતૃપ્રેમ દર્શાવતું 80 હજાર લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટ વર્ક પ્રદર્શનમાં મુકાયું appeared first on News n Feeds.

]]>

નરેન્દ્ર મોદી અને તેમના માતાનું વૂન ઈન લે આર્ટનું સૌથી મોટું આર્ટ તૈયાર કરીને સુરતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
  • મૈસૂરમાં 24 કલાકારોએ એક વર્ષની મહેનતના અંતે વૂડિન લે આર્ટ બનાવ્યું
  • 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી લાકડાની પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વેસુ વિસ્તારમાં એક પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. બેંગ્લોરના મૈસૂરમાં તૈયાર થયેલી આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ અને પ્રેમ આપતા હીરાબાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 24 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી આ પ્રતિકૃતિમાં આર્ટને જીવંત રાખવાની સાથે માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર 10 હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે.આર્ટમાં કુલ 80 હજાર લાકડાના ટુકડાને એવી રીતે જોડવામાં આવ્યાં છે જેથી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબાના પ્રેમને આબેહૂબ વ્યક્ત કરી શકાય.

લાકડાના કટકાઓને એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે સાડી અને હીરા બાના ચહેરાની કરચલીઓ પણ આબેહૂબ દેખાય છે.

મરણ પથારીએ પડેલી કળાને જીવંત રાખવા પ્રયાસ
ભાનુ પ્રકાશે જણાવ્યું હતું કે, વૂડન આર્ટને વૂડ ઈન લે આર્ટ કહીએ છીએ. હવે આ આર્ટ મરણ પથારીએ છે. જેથી અમે આ કળાને જીવંત રાખવા માટે આ મોટું આર્ટ બનાવ્યું છે. જેમાં મધર્સ લવ નામનું આ આર્ટ બનાવ્યું છે, 25 આર્ટીસ્ટો દ્વારા કામ કરીને એક વર્ષની મહેનતે મોદીજી અને તેમની માતાને દર્શાવતું મધર આર્ટ તૈયાર કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને કલાકારોએ લાકડાના કટકા જોડીને આર્ટમાં જીવંત કરી દીધું છે.

જૂની કળાને પ્રમોટ કરવા પ્રદર્શન
વિશાલભાઈ કાસુંદ્રા એ જણાવ્યું હતું કે, અમે આ આર્ટને પ્રમોટ કરી રહ્યાં છીએ. કર્ણાટક મૈસૂરની આ ચારસો વર્ષ જૂની પધ્ધતિ છે. જેને પ્રોત્સાહન કરવા માટે આ વર્ક બનાવ્યું છે. આ આર્ટ માટે માતૃપ્રેમનો વિચાર આવ્યો અને મોદી સાહેબ અને તેમના માતાના પ્રેમને દર્શાવતું આ વર્ક તૈયાર કર્યું છે. જેને આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે લોકો સમક્ષ સૌ પ્રથમવાર સુરતમાં મુકવામાં આવ્યું છે. વિશ્વનું વૂડ ઈન લે આર્ટ પ્રકારનું આ સૌથી મોટું આર્ટ છે.

કર્ણાટકના મૈસૂરની આ કળા લુપ્ત થતી જતી હોવાથી તેને જીવંત રાખવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

The post કળા:PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે માતૃપ્રેમ દર્શાવતું 80 હજાર લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટ વર્ક પ્રદર્શનમાં મુકાયું appeared first on News n Feeds.

]]>
156433