Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
bangladesh – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 22 Oct 2020 07:14:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ઇન્ટરનેશનલ ક્રિકેટરે કરાવ્યું સ્પેશ્યલ વેડિંગ ફોટોશૂટ, સાડી પહેરીને પકડ્યું બેટ https://newsnfeeds.com/international-cricketer-did-a-special-wedding-photoshoot-wearing-a-sari-and-holding-a-bat/ Thu, 22 Oct 2020 07:14:35 +0000 https://newsnfeeds.com/?p=157250 સંજીદા પોતાના વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તેણે પોતાનું વેડિંગ શૂટ એક મેદાનમાં કરાવ્યું છે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિકેટર સંજીદા ઇસ્લામ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઇ છે. 24 વર્ષની સંજીદાએ રંગપુરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિમ મોસદક સાથે લગ્ન કર્યા છે. સંજીદા પોતાના અનોખા વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંજીદા અને અને […]

The post ઇન્ટરનેશનલ ક્રિકેટરે કરાવ્યું સ્પેશ્યલ વેડિંગ ફોટોશૂટ, સાડી પહેરીને પકડ્યું બેટ appeared first on News n Feeds.

]]>
સંજીદા પોતાના વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તેણે પોતાનું વેડિંગ શૂટ એક મેદાનમાં કરાવ્યું છે

બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિકેટર સંજીદા ઇસ્લામ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઇ છે. 24 વર્ષની સંજીદાએ રંગપુરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિમ મોસદક સાથે લગ્ન કર્યા છે. સંજીદા પોતાના અનોખા વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંજીદા અને અને મિમના લગ્ન 18 ઓક્ટોબરે થયા છે.

1 એપ્રિલે 1996ના રોજ સંજીદાનો રંગપુરમાં જન્મ થયો હતો. સંજીદા ઇસ્લામ ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી નાની છે. તે પોતાના સ્કૂલના દિવસોથી જ ક્રિકેટ રમી રહી છે. તે સ્કૂલમાં અલગ અલગ સ્તરે એથ્લેટિક્સ સહિત વિભિન્ન રમતોમાં ભાગ લેતી હતી. તે 2009માં એક મહિલા ક્રિકેટરના રૂપમાં બાંગ્લાદેશના સ્પોર્ટ્સ શિક્ષા પ્રતિષ્ઠાનમાં  સામેલ થઈ હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સંજીદા પોતાના વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તેણે પોતાનું વેડિંગ શૂટ એક મેદાનમાં કરાવ્યું છે. જ્યાં તે સાડી પહેરીને ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પોતાના હાથમાં બેટ પકડ્યું છે અને બેટિંગ કરતી હોય તેવો પોઝ સાથે ફોટો ક્લિક કરાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટની તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સંજીદાના ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે.

સંજીદાનો પતિ મિમ મોસદક ઢાકા ફર્સ્ટ ડિવિઝન અને રંગપુર ડિવિઝન તરફથી રમે છે. તે રુપગંજ પાર્ટેક્સ અને ઉદયાચલ ક્લબ તરફથી પણ રમી ચૂક્યો છે. મિમ મોસદક એક વિકેટકીપર બેટ્સમેન છે.

સંજીદાએ બાંગ્લાદેશ તરફથી 2012માં આયરલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તે 16 વર્ષની હતી. તે અત્યાર સુધી બાંગ્લાદેશ તરફથી 16 વન-ડે અને 54 ટી-20 મેચ રમી છે. વન-ડેમાં 164 અને ટી-20માં 520 રન બનાવ્યા છે.

The post ઇન્ટરનેશનલ ક્રિકેટરે કરાવ્યું સ્પેશ્યલ વેડિંગ ફોટોશૂટ, સાડી પહેરીને પકડ્યું બેટ appeared first on News n Feeds.

]]>
157250