Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
annoucment – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 02 Nov 2020 09:01:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે https://newsnfeeds.com/important-decision-on-wedding-occasion-200-people-will-now-be-able-to-attend-the-wedding-ceremony-in-the-state-as-per-the-guidelines-of-the-center-instead-of-100/ Mon, 02 Nov 2020 09:01:22 +0000 https://newsnfeeds.com/?p=157401 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો, 3જી નવેમ્બરથી રાજ્યમાં છૂટછાટનો અમલ થશે. રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે […]

The post લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે appeared first on News n Feeds.

]]>
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો, 3જી નવેમ્બરથી રાજ્યમાં છૂટછાટનો અમલ થશે.
  • રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

    200 મહેમાન હોય તો સમારોહ-સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ
    હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ, તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ-સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇપણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ.
    રાજ્યમાં હવે લગ્નની સીઝન જામશે
    કોરોનાના પગલે લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા અંતર્ગત અગાઉ રોકાયેલા લગ્ન પ્રસંગોમાં હવે ગતિ આવે એવી શક્યતા છે. રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં હાજર રહેનારની સંખ્યા બમણી કરી દીધી છે, જે અગાઉ માત્ર 100 હતી. હવે 200 લોકો લગ્નપ્રસંગમાં આવી શકે તેવી છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે આ છૂટછાટો આવતીકાલે 3જી નવેમ્બરથી લાગુ થશે. બંધ હોલના કિસ્સામાં આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી 50 ટકા સુધી છૂટ અપાશે.

    અનલોક-4માં સો લોકોની લિમિટ સાથે દરેક પ્રકારના પ્રસંગને પરવાનગી હતી
    22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.

    The post લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે appeared first on News n Feeds.

    ]]>
    157401