Home Entertainment નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે...

નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં

193
0

ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે.

નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો (Public Places) પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી ફરજિયાત છે. જે બાદમાં સોસાયટી અને એપોર્ટમેન્ટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ સાથે જ લોકોએ આ માટેની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનોમાં લાઇનો લગાવી દીધી હતી. આજે સરકારે સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં મંજૂરી જરૂરી ન હોવાનું કહેતા લોકોને મોટી રાહત થઈ છે. જોકે, આ સાથે સરકારે જાહેર કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.