Home Bollywood મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા-...

મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- ‘જલ્દી મળું છું’

200
0

સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે.

બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો ચે. વીડિયોમાં એક દિવ્યાંગ બાળક છે. જેમાં તે તેનાં મોથી પેઇન્ટ બ્રશ પપકડી સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહ્યો છે.

સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘હૃદય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળકો.’