Home Gujarati SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ વિતરણ

SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ વિતરણ

82
0

અમદાવાદ: કોરોના વાઈરસને લઈને હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે SMVS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ.સ્વામીનાં (પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામી) કરુણામય આદેશથી, SMVS સંસ્થાના સંતો તથા હરિભક્તો દ્વારા જરૂરીયાતમંદો તથા રાત-દિવસ જોયા વગર પોતાના જીવનનાં જોખમે આપણા સૌ માટે ફરજ નિભાવી રહ્યા છે તેવા ડોક્ટર, નર્સ, પોલીસ કર્મીઓ, કર્મચારીઓ વગેરે માટે ગાંધીનગર તથા અમદાવાદના કલેક્ટરનાં સહયોગથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ફૂડ પેકેટ બનાવવામાં સંતો તથા સ્વયંસેવકોએ ખાસ કાળજી રાખી હતી કે, દરેક વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે. લોકડાઉન દરમ્યાન આ પ્રમાણે નિયમિત રીતે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે.સાથે સાથે પ.પૂ.સ્વામીએ આગ્રહભરી અપીલ કરી છે કે, સરકારની દરેક માર્ગદર્શિકાનું પાલન કરી સહયોગ આપે તથા લોકડાઉન દરમ્યાન પોતાના ઘરે જ રહી કોરોના સામેની લડાઈમાં સાથ સહકાર આપે.
‘અમદાવાદ મિત્રો’ સંસ્થાનાસહયોગથી રોજ 300લોકો માટે જમવાની વ્યવસ્થા
સ્વામિનારાયણ પાર્ક 3, ન્યૂ વાસણા સ્થિત‘અમદાવાદ મિત્રો’ સંસ્થાના સહયોગથી રોજ ઓછામાં ઓછા 300 જરૂરિયાતમંદ લોકોને એક ટાઈમ જમવાની વ્યવસ્થા (ખીચડી – છાસ – સલાડ) કરેલ છે સાથે સાથે ફરજ ઉપર હાજર સફાઈ કર્મચારી અને પોલીસ કર્મચારી માટે પણ દિવસે છાસ અને રાતના સમયે ચા-કોફીની વ્યવસ્થા કરેલ છે. આગળ પણ તેઓ આ પ્રવૃત્તિ ચાલુ રાખશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Distribution of food packets for the needy by SMVS Swaminarayan Institute