Home Business Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો

Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો

159
0

Royal Enfield Meteor 350: આ દમદાર બાઇક 6 નવેમ્બરે લૉન્ચ થશે, લીક થઈ ફીચર્સ અને પ્રાઇઝની માહિતી

રૉયલ એનફીલ્ડ બુલેટ (Royal Enfield)ના દુનિયાભરમાં ચાહકો છે. જ્યારે ભારતમાં રેટ્રો-થીમવાળી બાઇકની વાત આવે છે ત્યારે રૉયલ એનફીલ્ડ ક્લાસિક 350 અને બુલેટ 350નું નામ આવે છે, જે એક લાંબા સમયથી આ ક્ષેત્રમાં પોતાનો એકાધિકાર ધરાવે છે. હવે કંપની 350cc સેગમેન્ટમાં પોતાની રૉયલ એનફીલ્ડ મિટોયૉર 350 (Royal Enfield Meteor 350) લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મળતી જાણકારી મુજબ, આ દમદાર બાઇક 6 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવશે.

બાઇકદેખો મુજબ, રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350 (Royal Enfield Meteor 350)નું એન્જિન સ્પેસિફિકેશન અને ટ્રાન્સમિશનની જાણકારી હાલમાં જ લીક થઈ છે. મળતી જાણકારી મુજબ, મિટાયૉરની કિંમત 1,68,550 રૂપિયા સુધી હોઈ શકે છે.

રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350 (Royal Enfield Meteor 350) ત્રણ વેરિઅન્ટ ફાયરબૉલ બેઝ, સ્ટેલર મિડ અને સુપરનોવા ટૉપમાં ઉપલબ્ધ હશે. રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350ના ફાયરબૉલ વેરિયન્ટમાં ગ્લોસ ફિનિશિંગવાળા બે કલર ફાયરબૉલ યલો અને ફાયરબૉલ રેડના વિકલ્પ મળશે. બીજી તરફ મિડ વેરિયન્ટ સ્ટેલરમાં ડ્યૂઅલ ટોન ફિનિશિંગવાળા રેડ અને બ્લૂ કલરના વિકલ્પ હશે. બીજી તરફ ટૉપ વેરિયન્ટ સુપરનોવામાં ડ્યૂઅલ ટોન ફિનિશિંગવાળા બ્રાઉન અને બ્લૂ કલરના વિકલ્પ ઉપલબ્ધ છે.

આ બાઇકમાં BS6 350cc સિંગલ સિલિન્ડર લોન્ગ સ્ટ્રોક એર કૂલ્ડ, ફ્યૂઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવી શકે છે જે 20.48 પીએસનો પાવર અને 27 એનએમનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. આ એન્જિનની સાથે સિંગલ ઓવરહેડ કેમશાફ્ટ પણ આપવામાં આવી શકે છે. તેમાં લેફ્ટ સ્વિચ ગિયર પર યૂએસબી ચાર્જિંગ પોર્ટ, ડે એન્ડ નાઇટ મોડની સાથે ટર્ન બાય ટર્ન નેવિગેશન, ટ્વિન પોડ સેમી ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.