Home Health & Fitness IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ...

IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક!

145
0

ઋષભ પંતને પગના સ્નાયુઓમાં ગ્રેડ-1ની ઈજાથી Delhi Capitalsની ચિંતા વધી, જાણો કોને મળશે તેના બદલે સ્થાન

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવ (Lalit Yadav)ને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી.

અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ 69 રનની ઇનિંગ 52 બોલમાં રમી.

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા

આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે. કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે.