Home politics ‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50...

‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50 હજારનો પાક નિષ્ફળ ગયો છે, વળતર આપો’- ખેતરમાલિકે યોગી સરકાર સમક્ષ નુકસાનીની ભરપાઈ માગી

162
0

ખેતરના માલિકે કહ્યું, ઘટના પછી પોલીસે ન તો પાણી આપવા દીધું, ન પાક લણવા દીધો

ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત ગેંગરેપની ઘટનાને એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. સરકારના આદેશ પર 3 સભ્યની SIT તપાસ કરી ચૂકી છે. હવે CBIની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે 14 સપ્ટેમ્બરે જે બાજરીના ખેતરમાં ઘટના ઘટી હતી તેના માલિકે યોગીસરકાર પાસે 50 હજાર રૂપિયાનું વળતર માગ્યું છે. ખેતરના માલિકનું કહેવું છે કે આ ઘટના પછી તેના ખેતરમાં પાણી આપવાનું બંધ કરી દેવાયું.

ખેડૂતે જણાવ્યું હતું કે પોલીસે ઘણા દિવસ સુધી પુરાવા હોવાની વાત કહેતી હતી, જેનાથી પાકની સિંચાઈ ન થઈ શકી. હવે CBIએ કહ્યું, પાક લણી શકો છો, પણ પાક ખરાબ થઈ ગયો છે. ઓછામાં ઓછા 50 હજારનું નુકસાન થયું છે, એનું વળતર આપો.

લોકડાઉનમાં જયપુરથી પાછો આવેલો ખેડૂત
ખેતરમાલિક સોમ સિંહે જણાવ્યું હતું કે તે જયપુરમાં નોકરી કરે છે પણ કોરોનાના કારણે તે ગામમાં પાછો આવ્યો હતો. 9 વીઘા ખેતરમાં બાજરી વાવી હતી. ઘટના પછી પોલીસે પુરાવા લેવાની વાત કહીને મારી મમ્મીને પાણી આપવાનું ના પાડી દીધું હતું. કહેવામાં આવ્યું કે જો પાકની સિંચાઈ કરવામાં આવશે તો પુરાવાનો નાશ થઈ જશે. એટલા માટે સિંચાઈ ન થઈ શકી, જેનાથી પાકમાં દાણો ન ફૂટ્યો. અમારો 6 મહિનાનો પાક છે, પણ આ ઘટના પછી મહેનત બેકાર થઈ ગઈ. અમે ખેતી અને પશુઓ પર નિર્ભર છીએ. એવામાં અમને નુકસાન થયું છે. સરકાર અમારી મદદ કરે.

ખેતરમાલિકનો ભાઈ ઘટનાનો સાક્ષી
સોમ સિંહનો નાનો ભાઈ વિક્રમ ઉર્ફે છોટુ 14 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો સાક્ષી પણ છે. તેની CBI અત્યારસુધીમાં બે વખત પૂછપરછ પણ કરી ચૂકી છે. તેણે CBIની ટીમને જણાવ્યું હતું કે જે ખેતરમાં છોકરી મળી હતી, એ તેનું જ છે. તેનું કહેવું હતું કે ઘટના વખતે તે ખેતરમાં ચારો કાપી રહ્યો હતો, ત્યારે બૂમો સંભળાઈ. હું ઘટનાસ્થળે પહોંચ્યો તો યુવતી ખેતરમાં પડી હતી. તેનાં ભાઈ અને મમ્મી બન્ને ઊભાં હતાં.

પીડિતાના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર
SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી પીડિતાના પરિવારને પહેલા હપતામાં 4 લાખ 12 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજા હપતામાં 5 લાખ 87 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. પછીથી સરકાર તરફથી પણ 15 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યને નોકરી અને હાથરસમાં ઘરનું આશ્વાસન આપવામાં આવ્યું હતું