Home Gujarati PM મોદીનું કચ્છ ભૂકંપ પછીનું કાર્ય કોરોના પછીના ભારતનું દ્રષ્ટિ નિર્દેશક છે

PM મોદીનું કચ્છ ભૂકંપ પછીનું કાર્ય કોરોના પછીના ભારતનું દ્રષ્ટિ નિર્દેશક છે

4
0

PM મોદીનું કચ્છ ભૂકંપ પછીનું કાર્ય કોરોના પછીના ભારતનું દ્રષ્ટિ નિર્દેશક છે.આ ટ્વિટ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું,સી.એમ એ ટ્વિટર પર ચાલી રહેલા કચ્છના ટ્રેંડમાં આ ટ્વિટ કર્યું હતું. ટ્વિટર પર પાંચ વર્ષ બાદ ફરી કચ્છ ટોપ 10 ટ્રેંડમાં આવ્યું હતું,મંગળવારે કચ્છ પર થઇ રહેલી ચર્ચાને કારણે તે રાષ્ટ્રીય સ્તરે ટોપ 10 ટ્રેંડમાં રહ્યું હતું.વિષય હતો કચ્છ પાસેથી શું શીખી શકાય ? વડાપ્રધાન મોદીએ ગત 12 મેંના રાષ્ટ્રજોગ સંબોધનમાં કચ્છના ભૂકંપને યાદ કરીને દેશવાસીઓને સંકલ્પ શક્તિનું દ્રષ્ટાંત આપી મનોબળ મજબૂત કર્યું હતું,ત્યારે એ બાબતને આનુસંગિક રીતે મંગળવારે સાંજના ભાગમાં કચ્છ ટ્વિટર પર નેશનલ ટ્રેંડમાં નવમા સ્થાને આવતા જ રાષ્ટ્રીયસ્તરે સૌનું ધ્યાન દેશના સૌથી વિશાળ જિલ્લા પર કેન્દ્રિત થયું હતું.એક અંગ્રેજી માધ્યમના કચ્છ પાસેથી શિખામણ નામના લેખ પર આ સમગ્ર મુદ્દો ચર્ચાયો હતો. દેશના કેન્દ્રીય મંત્રીઓથી લઈને મુખ્યમંત્રીઓ અને સાંસદોએ પણ કચ્છ મુદ્દે ટ્વિટ કર્યું હતું.BJP ભારતના રાષ્ટ્રીય હેન્ડલએ લખ્યું કે,2001ના ભૂકંપ પછીના કચ્છનું પુનરુત્થાન એ કુદરતી આપત્તિથી બરબાદ થયેલા પ્રદેશોના પુનર્નિર્માણ અને પુનર્વસન માટેનો નમૂના બની ગયો.આ બદલાવનું નેતૃત્વ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સુકાનીમાં કોવિડ પછી ભારતની આશા છે.કચ્છનો દાખલો ટાંકતા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનએ લખ્યું કે, ‘સૌથી વિનાશક પરિસ્થિતિઓ યોગ્ય પ્રકારની નેતૃત્વ સાથે આશાસ્પદ તકો તરફ દોરી શકે છે.’.અનેક નેતાઓ સહીત હજારો લોકોએ પણ કચ્છ મુદ્દે પોતપોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.આ અગાઉ 18 ડિસેમ્બર 2015ના પ્રધાનમંત્રી મોદી જયારે ધોરડો ખાતે ડીજીપી કોન્ફરન્સમાં આવ્યા ત્યારે પણ #MODIInKutch હેશટેગ રાષ્ટ્રીય ટ્રેંડમાં આવ્યો હતો.
સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વની પ્રેરણાદાયી કથા : રવિશંકર પ્રસાદ ,કાનૂનમંત્રી
સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વની પ્રેરણાદાયી કથા જેણે કચ્છને પરિવર્તિત કર્યું.2001માં ભૂકંપથી વિનાશ પામેલું કચ્છ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક વિકાસનું એક વિકસતું કેન્દ્ર બન્યું હતું.હવે તેના નેતૃત્વ હેઠળ ભારત કોરોનાને હરાવી શકશે
કચ્છ ભૂકંપ બાદનું PM મોદીનું કાર્ય દ્રષ્ટિ નિર્દેશક છે : પિયુષ ગોયલ,રેલમંત્રી
બહુપક્ષીય અભિગમ દ્વારા આઉટ ધ બોક્સ વિચારીને અને સ્થાનિક સમુદાયોને સશક્તિકરણ અને સહાયતા આપીને, કચ્છ ભૂકંપ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું કાર્ય, કોરોના પછીના ભારત માટેની તેમની દ્રષ્ટિનું નિર્દેશક છે.
PM મોદીના કચ્છના અનુભવથી આશા છે : અમિત માલવિયા,આઇટી સેલ હેડ
વડાપ્રધાન મોદીના કચ્છના અનુભવથી આશા પ્રગટ થાય છે,તે પુનર્નિર્માણના ટૂંકા ગાળાના વિચારણાથી ઉપર ઉઠીને કાર્ય કરે છે.તે ફક્ત સમારકામ નથી કરતા, તે સક્રિય સમુદાયની ભાગીદારી દ્વારા વિકાસના માર્ગને ફરીથી ખોલે છે.તેમણે કચ્છમાં કર્યું હતું, અને હવે તે ચોક્કસ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today