Home Entertainment Netflix એ આપ્યો આંચકો, હવે નવા ગ્રાહક ઉઠાવી શકશે નહી આ ખાસ...

Netflix એ આપ્યો આંચકો, હવે નવા ગ્રાહક ઉઠાવી શકશે નહી આ ખાસ સુવિધાની મજા

200
0

નેટફ્લિક્સ દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી શાનદાર ફિલ્મો અને ઓરિજનલ્સ માટે જાણિતું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે

ફ્રી સબ્સક્રિપ્શન થયું બંધ
નેટફ્લિક્સએ દુનિયાભરમાં ફ્રી સબ્સસ્ક્રિપ્શન લઇને મૂવીઝ અને ઓરિજનલ્સ જોનારને આંચકો આપ્યો છે. કંપનીએ હવે ફ્રી સબ્સક્રિપ્શન સર્વિસ બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાનને છોડીને દુનિયાના તમામ દેશોમાંથી આ સેવાને સમાપ્ત કરવામાં આવી છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ દ્વારા કહ્યું કે નવા ગ્રાહકો નેટફ્લિક્સમાં મફત સાઇન-અપ કરી શકે છે. પરંતુ મૂવીઝ અને અન્ય કાર્યક્રમોની મજા લેવા માટે ગ્રાહકોને પેમેન્ટ કરવું પડે છે. પેમેન્ટ આપ્યા વિના આ સેવાનો લાભ લઇ શકાશે નહી.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધી નેટફ્લિક્સ નવા ગ્રાહકો એક મહિના માટે ફ્રી સબ્સક્રિપ્શનની સુવિધા આપે છે. આ સ્કીમ હેઠળ ગ્રાહક નેટફ્લિક્સમાં સિલેક્ટેડ ફિલ્મો અને કેટલીક ઓરિજનલ્સ મજા ઉઠાવી શકે ચે. જોકે એક મહિના પછી પેમેન્ટ કરવું અનિવાર્ય કરી દીધું છે. પરંતુ કેટલાક ચાલક યૂઝર્સ આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે દર મહિને નવા ઇમેલ આઇડી વડે રજિસ્ટ્રેશન કરીને મફત સેવાનો લાભ લેતા હતા.