Home Uncategorised IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો આંચકો, રોહિત શર્માના રમવા...

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો આંચકો, રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ!

12
0

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2020)ની લીગ મેચોનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. એવામાં તમામ ટીમોએ પ્લેઓફ (IPL Playoff) માં પહોંચવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારા સમાચાર નથી. તેમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની ઈજાને લઈને સસ્પેન્સ ઘેરાતું જઈ રહ્યું છે. ઈજાના કારણે બીસીસીઆઈએ તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ટીમમાં સામેલ નથી કર્યો. એવામાં તે આઇપીએલની બાકી મેચ રમશે કે નહીં તેને લઈને હાલ કંઈ પણ કહી શકાય એવી સ્થિતિ નથી.

રોહિત પર સસ્પેન્સ

સોમવારે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટેસ્ટ, વનડે અને ટી-20 ટીમની જાહેરાત કરી. પરંતુ આ ટીમમાં રોહિત શર્માનું નામ નથી. બીસીસીઆઈ તરફથી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રોહિતની ઈજાને મેડિકલ ટીમ મોનિટર કરશે. પરંતુ તેને કેવા પ્રકારની ઈજા છે તેને લઈને કંઇ પણ જાણકારી આપી નથી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ તેની ઈજાને લઈ કોઈ અધિકૃત નિવેદન નથી આપવામાં આવ્યું. પરંતુ સોમવારે જે સમયે ટીમની જાહેરાત કરવામાં આવી રહી હતી તે સમયે જ મુંબઈ તરફથી એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો જેમાં રોહિત શર્મા પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. ઈજા બાદ તે પહેલીવાર નેટ્સ પર જોવા મળ્યો હતો.

રોહિત શર્માને શેની ઈજા થઈ છે?

નોંધનીય છે કે, રોહિત શર્મા 18 ઓક્ટોબરે કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ મેચ બાદથી નથી રમી રહ્યો. 23 ઓક્ટોબરે ચેન્નઈ સુપર કિંગ્સની વિરુદ્ધ ટૉસ પહેલા જ મુંબઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે રોહિતના પગમાં હૈમસ્ટ્રિંગ ઈન્જરી છે. ત્યારબાદ પોલાર્ડે મુંબઈની કેપ્ટન્સી કરી હતી.

પ્લેઓફની આશા

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. 11 મેચોમાં તેના ખાતામાં કુલ 14 પોઇન્ટ્સ છે. મુંબઈને હજુ ત્રણ મેચ રમવાની છે. એવામાં તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here