Home Sports વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને...

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T-20 મેચ રમાશે

287
0

જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.

અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાવવાની છે. અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે. આ મેચ ફ્રેબ્રુઆરી મહિનામાં શરૂ થવાની છે.

તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે

7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ 24 ફેબ્રુઆરી 2019ના થયુ હતુ

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નવનિર્મિત સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 92 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હતું.

છેલ્લે નવેમ્બર 2014માં મેચ રમાઈ હતી

મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.